ભાજપમા ભડકો, શિવરાજસિંહની ગેરહાજરીમા એકત્ર થઈ રહ્યા છે ભાજપના અસંતુષ્ટ નેતાઓ

July 29, 2020
 919
ભાજપમા ભડકો, શિવરાજસિંહની ગેરહાજરીમા એકત્ર થઈ રહ્યા છે ભાજપના અસંતુષ્ટ નેતાઓ

મધ્ય પ્રદેશમા ભાજપમા ફરી ભડકો થવાની શકયતા સામે આવી છે. જેમાં સીએમ શિવરાજસિંહના હોસ્પિટલમા દાખલ થવાની સાથે જ ભાજપના અસંતુષ્ટ નેતાઓ એકત્ર થવા લાગ્યા છે. તેમજ અનેક નેતાઓ બેઠક પર કરી રહ્યા છે. આ એવા લોકોની બેઠક હતી જેમને પક્ષના ઉપેક્ષિત કરવામા આવી રહ્યા છે.

ભાજપ પ્રદેશમા કોંગ્રેસ છોડીને આવેલા કેટલાક નેતાનોને લીધે ફરી સત્તામા આવી છે. જેના કારણે તેમની સત્તામા ભાગીદારી વધી છે. જેના લીધે ભાજપના અનેક નેતાઓ અસંતુષ્ટ છે. પૂર્વ સાંસદ રધુનંદન શર્માએ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે અનેક પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદોની એક બેઠક થઈ હતી અને આ બેઠકમા તેમની ઉપેક્ષાનો મુદ્દો છવાયો હતો.

પૂર્વ સાંસદ રધુનંદન શર્માનું કહેવું છે કે અનેક નેતાઓ એવા છે જેમને એ બાબતનું દુઃખ છે કે તેમની પક્ષમા અને સરકારના ઉપેક્ષા થઈ રહી છે. તેમની સાથે વાતચીત કરવામા આવતી નથી. આ લોકો સંવાદ અને સંપર્કના અભાવથી ચિંતાગ્રસ્ત છે. જે લોકો પક્ષના હિતમા વિચારે છે જે મેદની કાર્યકર્તા છે તેમની એક બેઠક થઈ હતી.

ભાજપ અસંતુષ્ઠોની બેઠક અંગે રધુનંદન શર્માએ કહ્યું કે જે લોકો નારાજ છે તે નવ ઓગસ્ટના રોજ ફરી મળશે અને પોતાની વાતથી પાર્ટી પ્રમુખને અવગત કરશે. તમામ લોકોની એક જ ચિંતા છે કે કે બહારથી આવનારા લોકોને મોટી જવાબદારી આપવામા આવી રહી છે તેમજ જે લોકો વર્ષોથી પક્ષમા કામ કરી રહ્યા છે તે ઉપેક્ષિત છે.

Share: