પિડીતાનો ઘડાકો: દહિયા મને રાત્રે ઝોલપિડેમ ગોળી ખવડાવી બંદૂકથી ડરાવતો.

August 23, 2019
 985
પિડીતાનો ઘડાકો: દહિયા મને રાત્રે ઝોલપિડેમ ગોળી ખવડાવી બંદૂકથી ડરાવતો.

આઈએએસ ગૌરવ દહિયા પ્રકરણમાં નવા ફણગાં ફૂટી રહ્યા છે. દહિયાએ એવો દાવો કર્યો છે કે, બાળક મારુ નથી, મહિલા મને બ્લેકમેઇલ કરી રહી છે. આ તરફ પિડીતાએ આજે પત્રકાર પરિષદ યોજી દહિયા વિરુદ્ધ પુરાવા રજુ કરી એવો ચોંકાવનારો ખુલાસો કર્યો કે, જયારે હું ગર્ભવતી થઇ અને દહિયાને ખબર પડી ત્યારે તેણે મને કહ્યું કે, તું મારી જીંદગીમાંથી જતી રહે, હું તને પૈસા આપવા તૈયાર છું. એટલું જ નહિ, જયારે તેણે મને માર મારવાનું શરૂ કર્યું હતું. એટલી હદે તે મને રોજ ઝોલપિડેમ નામની ઊંઘની ગોળીઓ ખવડાવતો, બંદૂક દેખાડી ડરાવતો હતો.

પિડીતાએ કહ્યું કે, હું મારી જીંદગીના છેલ્લાં શ્વાસ સુધી લડીશ, આજથી મારી લડાઈનો પ્રારંભ થયો છે. હજુ તો મેં માત્ર ૧૦ ટકા જ પુરાવા રજુ કર્યા છે. જો દહિયા નિર્દોષ હોત તો સરકારે શા માટે સસ્પેન્ડ કર્યો. મારી પુત્રીનું નામ મળવું જોઈએ. દહિયાએ ખોટું બોલીને મારી સાથે લગ્ન કર્યા હતા. પિડીતાએ પત્રકારો સમક્ષ ગૌરવ દહિયાએ કરેલા મેસેજ પણ દેખાડ્યાં હતા.

Share: