વિડીયો : રાફેલ વિમાન આખરે ૭૦૦૦ કિલોમીટરની સફર બાદ ભારતીય વાયુસીમામા દાખલ

July 29, 2020
 1119

ભારતીય વાયુસેનામા સામેલ થવા માટે ફ્રાંસથી ઉડાન ભરેલા પાંચ રાફેલ વિમાન આજે અંબાલા એરબેસ પર પહોંચશે. જો કે રાફેલ વિમાન હાલ ફ્રાંસથી ૭૦૦૦ કિલોમીટરના સફર બાદ ભારતીય સીમામા પ્રવેશી ચુક્યું છે. આ અંગેનો પ્રથમ વિડીયો રક્ષા મંત્રાલયે ટ્વીટ કરીને લોકોને જાણ કરી હતી. તેની સાથે ચાર ફોટા પણ ટ્વીટ કરવામા આવ્યા છે.

જો કે અંબાલા એરબેસ નજીકના ચાર ગામોમા કલમ ૧૪૪ લગાવી દેવામા આવી છે. તેમજ લેન્ડીગ દરમ્યાન ધાબા પર એકત્ર થવા અને ફોટોગ્રાફી કરવા પર રોક લગાવવામા આવી છે.

આ દરમ્યાન કાશ્મીરમાં હિલાલ અહમદ રાથરની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જે રાફેલ ઉડાવનારના પ્રથમ પાયલોટ બનશે. એર કમાન્ડર હિલાલ અહમદ રાથર કાશ્મીર સહિત સમગ્ર દેશમા રાતો રાત ચર્ચાનો વિષય બન્યો છે. હિલાલે રાફેલ લડાયક વિમાનો પ્રથમ જથ્થાને વિદાઈ આપી હતી. જેમણે ફ્રાંસથી ભારત માટે સોમવારે ઉડાન ભરી હતી. આ ઉપરાંત ભારતીય જરૂરિયાત મુજબ રાફેલ નવા ઉપકરણો પર એડ કરવામા આવ્યા છે.

હિલાલ હાલના સમયમા ફ્રાંસમા ભારતમાં એર અટેચ છે. ભારતીય વાયુસેના આ અધિકારીના કેરિયર વિવરણો અનુસાર દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ ફ્લાઈંગ અધિકારી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામા એક મધ્યમ વર્ગીય પરિવારમા પેદા થયેલા હિલાલના પિતા દિવંગત મોહમ્મદ અબ્દુલાહ રાથર જમ્મુ કાશ્મીર પોલીસના પોલીસ ઉપાધીક્ષક પદથી સેવા નીવુત થયા હતા.

Share: