હાર્દિક પટેલનો ખોંખારો, ગદ્દારોને ઘરનો દરવાજો દેખાડીશુ.

July 29, 2020
 605
હાર્દિક પટેલનો ખોંખારો, ગદ્દારોને ઘરનો દરવાજો દેખાડીશુ.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદભાર સંભાળ્યા બાદ હાર્દિક પટેલે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં મુલાકાતો કરી કાર્યકરો સાથે વાતચીતનો દોર શરૂ કર્યો છે. હાર્દિક પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લઇ માતાજીના દર્શન કરી સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી. હાર્દિક પટેલે કાર્યકર્તાઓ સાથેની વાતચીતમાં કહ્યું કે, હવે પૈસા લઈને સોદો કરનારને બરાબરનો પાઠ ભણાવીશું. પક્ષ સાથે ગદ્દારી કરનારને છોડીશું નહિ.

હવે આ રીતે નીતિ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં કારણકે અમે ભગતસિંહની વિચારધારા ધરાવીએ છીએ. પક્ષ સાથે જે ગદ્દારી કરશે તેને ઘરનો રસ્તો દેખાડીને જંપીશું. પક્ષપલટો કરનારા હોને ગર્ભિત ધમકી આપતા હાર્દિક પટેલે એવો પણ સંકેત આપ્યો કે જે લોકો પૈસા માટે પક્ષ છોડીને જાય છે તેમના ઘેર આવીને જવાબ આપીશું. હવે પાર્ટીમાં એવા લોકોને ટિકિટ મળશે જે પાર્ટીના વફાદાર હોય અને સંનિષ્ઠ કાર્યકર હશે.

Share: