રાફેલ વિમાનને લઈને દિગ્વિજયસિંહે કર્યો પીએમ મોદી પર આ પ્રહાર

July 29, 2020
 1152
રાફેલ વિમાનને  લઈને  દિગ્વિજયસિંહે કર્યો  પીએમ મોદી પર આ પ્રહાર

ભારતીય વાયુસેનામા આજે સામેલ થયેલા લડાકુ વિમાન રાફેલની કિંમતને લઈને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ફરી એક વાર મોદી સરકારને ઘેરી છે. તેમણે રાફેલ ડીલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે હવે તો રાફેલ વિમાન આવી પહોંચ્યા છે હવે તો તેની કિંમત જણાવી દો.

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે લખ્યું છે કે ૧૨૬ રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય યુપીએ સરકારે વર્ષ ૨૦૧૨મા કર્યો હતો. જેમાં ૧૮ રાફેલ વિમાન સિવાય તમામ વિમાન હિન્દુસ્તાન એરોનોટીકલ લીમીટેડ ભારતમા બનવાના હતા. આ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ હતો. જેમાં એક રાફેલની કિંમત ૭૪૬ કરોડ નક્કી કરવામા આવી હતી.

દિગ્વિજયસિંહે પત્રમા લખ્યું કે મોદી સરકાર આવ્યા બાદ ફ્રાંસ સાથે પીએમ મોદીએ રક્ષા ને નાણા મંત્રી વિના અને કેબીનેટ મંજુરી વિના ફ્રાંસ સાથે સોદો કરી લીધો. જેમા હિન્દુસ્તાન એરોનોટીકલનો હકક મારીને બીજી ખાનગી કંપનીને આપી દેવામા આવ્યો. રાષ્ટ્રીય સુરક્ષાને અવગણીને ૧૨૬ રાફેલના બદલે માત્ર ૩૬ રાફેલ ખરીદવાનો નિર્ણય લીધો.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાફેલની કિંમત કોગ્રેસે સરકારે ૭૪૬ કરોડ નક્કી કરી હતી. પરંતુ ચોકીદાર મહોદયને અત્યાર સુધી સંસદ બહાર અને સંસદની અંદર કિંમતની માંગ કરી હોવા છતાં આજ દિન સુધી તેની કિંમત તેનો કોઈ જવાબ આપ્યો નથી. તેમજ ચોકીદારે હવે તો તેની કિંમત જણાવી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે,

Share: