અંબાલા એરબેસ પર લેન્ડ થયા પાંચ રાફેલ વિમાન, આ રીતે કરાયું સ્વાગત

July 29, 2020
 1389
અંબાલા એરબેસ પર લેન્ડ થયા પાંચ રાફેલ વિમાન, આ રીતે કરાયું સ્વાગત

ભારતીય વાયુસેનામા સામેલ થવા માટે ફ્રાંસથી ઉડાન ભરેલા પાંચ રાફેલ વિમાન આજે અંબાલા એરબેસ પર પહોંચ્યા હતા. તેમજ તેમના સફળ લેન્ડીંગ દરમ્યાન તેમનું વોટર સેલ્યુટથી સ્વાગત કરવામા આ આવ્યું હતું. આ પૂર્વે રાફેલ વિમાન હાલ ફ્રાંસથી ૭૦૦૦ કિલોમીટરના સફર બાદ ભારતીય સીમામા પ્રવેશયુ હતું. આ અંગેનો પ્રથમ વિડીયો રક્ષા મંત્રાલયે ટ્વીટ કરીને લોકોને જાણ કરી હતી. તેની સાથે ચાર ફોટા પણ ટ્વીટ કરવામા આવ્યા હતા.

પાંચ રાફેલ વિમાન સોમવારે ફ્રાંસથી ઉડ્યા હતા અને માત્ર અબુ ધાબી ખાતે રોકાણ કર્યા બાદ આજે બપોરે ભારતીય વાયુ સીમામા પ્રવેશ કર્યો હતો. બપોરે ૧.૩૦ કલાકે પાંચેય વિમાને ભારતીય વાયુ સીમામાં પ્રવેશ કર્યો હતો અને કંટ્રોલ રૂમે પાંચેય વિમાનનું સ્વાગત કરીને બેસ્ટ ઓફ લક કહ્યું હતું.આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યુંકે આજે ઐતિહાસિક પલ છે. આ સૈન્ય ઈતિહાસ માટે ઐતિહાસિક ઘડી છે. એક નવા યુગની શરૂઆત છે અને આ ક્રાંતિકારી બદલાવ છે. તેમણે વિમાન લેન્ડ થવાની જાણકારી આપી અને સાથે જ ભારતીય વાયુ સેનાને શુભેચ્છા પણ પાઠવી હતી.

Tags:
India  Five  Rafale  Fighter Jet  Land  On  Ambala  Air Base  Welcome  This  Way 

Share: