સી.આર.પાટીલની ટીમમાં કોણ કોણ હશે, કોના કપાશે પત્તા, ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠકોનો દોર.

July 29, 2020
 638
સી.આર.પાટીલની ટીમમાં કોણ કોણ હશે, કોના કપાશે પત્તા, ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠકોનો દોર.

ગુજરાતમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાય તે પહેલાં ભાજપે પ્રદેશના સંગઠનમાં ફેરફાર કરવા નક્કી કર્યું છે. નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાની નવી ટીમ રચવા કવાયત હાથ ધરી છે જેના ભાગરૂપે આજે ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે બેઠકનો દોર શરૂ થયો છે. સૂત્રોના મતે, પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે ભાજપની આંતરિક સ્થિતિ જાણવા માટે સિનિયર નેતાઓ સાથે વાતચીતનો દોર શરૂ કર્યો છે. આજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ આઇ.કે.જાડેજા સહિતના તમામ નેતાઓ સાથે સીઆર પાટીલે વાતચીત કરી હતી.

સી.આર.પાટીલે મહિલા મોરચા યુવા મોરચા સહિતના તમામ મોરચાઓના અધ્યક્ષ સાથે પણ ચર્ચા કરી હતી. જાણવા મળ્યું છે કે, યુવા મોરચા, મહિલા મોરચા, અનુસૂચિત જનજાતિ મોરચાની સહિત કેટલાય મોરચા એવા છે જેની ગત ટર્મમાં કામગીરી શૂન્ય રહી છે. કેટલાય મોરચાના અધ્યક્ષને બદલી નાખવા નક્કી કરી દેવામાં આવ્યું છે. ત્યારે તો એવું લાગી રહ્યું છે કે, ભાજપના પ્રદેશ માળખામાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે.

Share: