યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ૫૦૦ મી ટેસ્ટ વિકેટ અંગે આપ્યું મોટું નિવેદન

July 29, 2020
 145
યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ૫૦૦ મી ટેસ્ટ વિકેટ અંગે આપ્યું મોટું નિવેદન

યુવરાજ સિંહે ઇંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડની નવી ઉપલબ્ધી અંગે મોટી વાત કહી છે. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટુઅર્ટ બ્રોડની ૫૦ વિકેટ પૂરી થવા પર યુવરાજ સિંહે તેમની પ્રશંસા કરી છે. યુવરાજ સિંહે પોતાના ચાહકોથી પણ કહ્યું છે કે, સ્ટુઅર્ટ બ્રોડના આ રેકોર્ડની પ્રશંસા કરી જોઈએ. એક સમયે ટી-૨૦ ક્રિકેટમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરતા યુવરાજ સિંહે કહ્યું છે કે, હું જ્યારે પણ સ્ટુઅર્ટ બ્રોડના વિશેમાં કંઈપણ લખું છુ તો લોકો તેને મારી છ સિક્સર સાથે જોડે છે. હું આજે તેમને નિવેદન આપું છુ કે, તેમના માટે તાળીઓ વગાડવી જોઈએ. ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેવી કોઈ મજાક નથી. તેમાં ખૂબ જ મહેનત, સમર્પણ અને દઢ નિશ્ચયની જરૂરીયાત હોય છે. બ્રોડ તમે લેજેન્ડ છો.

જ્યારે ટી-૨૦ ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાયો હતો ત્યારે યુવરાજ સિંહે શાનદાર અંદાજમાં રમતા સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં બધી બોલ પર સિક્સર ફટકારી હતી. આ રેકોર્ડ બાદ સ્ટુઅર્ટ બ્રોડને દરેક વખતે આ સિક્સર માટે ટ્રોલ થવું પડતું હતું. આ સિક્સરની કહાની એક સામાન્ય બોલચાલથી શરૂ થઈ હતી. ઇંગ્લેન્ડના ખેલાડી એન્ડ્ર્યુ ફિલન્ટોફે યુવરાજ સિંહેને કંઇક કહ્યું હતું. મેદાન પર સામાન્ય બોલચાલ થઈ અને આગામી ઓવર લઈને સ્ટુઅર્ટ બ્રોડ આવ્યા હતા. યુવરાજ સિંહે તેમના ઉપર સંપૂર્ણ ગુસ્સો નીકાળતા છ બોલમાં છ સિક્સર ફટકારી ફિલન્ટોફનો બદલો બ્રોડની ઓવરથી લીધો હતો.

વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ ટેસ્ટ મેચમાં માન્ચેસ્ટરના મેદાન પર સ્ટુઅર્ટ બ્રોડે પોતાની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. તેમને વેસ્ટ ઇન્ડીઝની બીજી ઇનિંગમાં ક્રેગ બ્રેઈથવેઇટને આઉટ કરી આ રેકોર્ડ બનાવ્યો હતો. ખાસ વાત એ પણ હતીક કે, જેમ્સ એન્ડરસનના ૫૦૦ માં શિકાર પણ ક્રેગ બ્રેઈથવેઇટ જ રહ્યા હતા. બ્રોડે પ્રથમ ઈનિંગમાં ૬ અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ લઈને ઇંગ્લેન્ડને ૨૬૯ રનથી જીત અપાવી હતી. તેમને પ્રથમ ઇનિંગમાં બેટથી પણ પ્રદર્શન કરતા ફિફ્ટી ફટકારી હતી.

Share: