બીએસએનએલે ૩૦૦ જીબી ડેટા પ્લાનની વેલીડીટીમાં કર્યો વધારો

July 30, 2020
 589
બીએસએનએલે ૩૦૦ જીબી ડેટા પ્લાનની વેલીડીટીમાં કર્યો વધારો

બીએસએનએલ યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ પોતાના ૬૦૦ રૂપિયા વાળા પોપ્યુલર બ્રોડબેન્ડ પ્લાનની ઉપલબ્ધતાને ૨૭ ઓક્ટોબર સુધી વધારી દીધી છે. ‘ભારત ફાઈબર ૩૦૦ જીબી ફૂલ સીએસ૩૪૬’ નામથી આવનાર આ પ્લાનમાં કંપની ૩૦૦ જીબી ડેટા ઓફર કરે છે. આ અગાઉ આ પ્લાન ૨૭ જુલાઈના બંધ થવાનો હતો, પરંતુ યુઝર્સની વચ્ચે તેની ડીમાન્ડ જોતા કંપનીએ તેને ૨૭ ઓક્ટોબર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

ટેલીકોમ ટોકની એક રિપોર્ટ અનુસાર, ૬૦૦ રૂપિયા વાળા ભારત ફાઈબર પ્લાનના એક્સટેન્શનને કંપનીએ પોતાની વેબસાઈટ પર અપડેટ કરી દીધો છે. હવે આ પ્લાનના સબ્સક્રાઇબર્સને ૨૭ ઓક્ટોબર કરી ૪૦એમબીપીએસ સુધીની ઈન્ટરનેટ સ્પીડ સાથે અનલીમીટેડ લોકલ અને એસટીડી વોઈસ કોલિંગની મજા મળશે.

અનલીમીટેડ ડેટા વાળા બે વધુ પ્લાન

પ્લાનમાં કુલ ૩૦૦ જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. ડેટા લીમીટ સમાપ્ત થયા બાદ પ્લાનમાં મળનાર ઈન્ટરનેટ સ્પીડ ઘટીને ૨ એમબીપી થઈ જશે, કંપની આ પોપ્યુલર ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન ઓડીશામાં ઉપલબ્ધ છે. ૬૦૦ રૂપિયાના પ્લાન સિવાય કંપની આ સર્કલમાં ૫૯૯ રૂપિયા અને ૬૯૯ રૂપિયાની કિંમત વાળા અનલીમીટેડ ડેટા ડાઉનલોડ વાળો બ્રોડપ્લાન પ્લાન પણ ઓફર કરી રહી છે.

ત્રણ વર્ષ માટે કરાવી શકો છો સબ્સક્રાઈબર્સ

બીએસએનએલના આ પ્લાનને યુઝર્સ ૩૬૦૦ રૂપિયામાં ૬ મહિના અને ૭૨૦૦ રૂપિયામાં એક વર્ષ માટે સબ્સક્રાઈબ કરાવી શકે છે. તેના સિવાય આ પ્લાનને ૧૪,૪૦૦ રૂપિયા આપી બે વર્ષ અને ૨૧,૬૦૦ રૂપિયા આપી ત્રણ વર્ષ માટે પણ સબ્સક્રાઈબર્સ કરાવી શકાય છે. કંપની લાંબા સમય માટે આ પ્લાનને સબ્સક્રાઈબ કરનાર યુઝર્સને કેટલાક એડીશનલ બેનીફીટ પણ ઓફર કરી રહી છે.

Share: