પશ્ચિમ બંગાળના કોંગ્રેસ પ્રમુખ સોમેન મિત્રાનું નિધન, રાહુલ ગાંધીએ કહ્યું અમે તેમને પ્રેમ અને આદરથી યાદ કરીશું

July 30, 2020
 333
પશ્ચિમ બંગાળના  કોંગ્રેસ પ્રમુખ સોમેન મિત્રાનું નિધન, રાહુલ ગાંધીએ કહ્યું અમે તેમને પ્રેમ અને આદરથી યાદ કરીશું

પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સોમેન મિત્રા અવસાનને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે આ મુશ્કેલ સમયે સોમેન મિત્રાના પરિવાર અને મિત્રોને મારો તમામ પ્રેમ અને સમર્થન. અમે તેમને પ્રેમ અને આદર સાથે યાદ કરીશું.

પશ્ચિમબંગાળ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સોમેન મિત્રાનું મોડી રાત્રે અવસાન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તેની તબિયત ખરાબ હતી. સોમન મિત્રા વિવિધ બિમારીઓથી પીડાઈ રહયા હતા તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા. તેમની ઉંમર ૭૮ વર્ષની હતી. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું છે કે, મિત્રાને થોડા દિવસો પહેલા કિડનીની બિમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવયા હતા. કાર્ડિયાક એરેસ્ટને કારણે તેનું મોત નીપજ્યું હતું. ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે જ સમયે તેમનું કોરોના પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

Share: