રામ મંદિરના ભૂમિ પૂજન પૂર્વે કોરોના સંકટ , રામ લલાના પુજારી અને ૧૬ સુરક્ષા કર્મીઓ કોરોના પોઝીટીવ

August 04, 2020
 1846
રામ મંદિરના ભૂમિ પૂજન  પૂર્વે કોરોના સંકટ , રામ લલાના પુજારી અને ૧૬ સુરક્ષા કર્મીઓ કોરોના પોઝીટીવ

અયોધ્યામા ૫ ઓગસ્ટના રોજ પીએમ મોદીના હસ્તે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન પૂર્વે રામ જન્મભૂમિના પુજારી પ્રદિપ દાસ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમજ તેની સાથે રામ જન્મભૂમિ પરિસરમા તૈનાત ૧૬ પોલીસ કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ પામ્યા છે. એવા સમયે કોરોનાના તમામ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે.

આ રીપોર્ટ આવ્યા બાદ હવે રામજન્મભૂમિ પરિસરના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામા આવશે. તેમને સમગ્ર મંદિર પરિસરને સેનીટાઈઝ કરવામા આવી રહ્યું છે. જયારે ભૂમિપૂજનમા આવનારા દરેક વ્યકિતનો કોરોના ટેસ્ટ કરવામા આવશે. તેમજ નેગેટીવ આવ્યા બાદ જ પરિસરમા પ્રવેશ કરવામા દેવા આવશે. આ દરમ્યાન સોશીયલ ડીસટન્ટનો સંપૂર્ણ ખ્યાલ રાખવામા આવશે.

આ ઉપરાંત ૫ ઓગસ્ટના રોજ પીએમ મોદી અયોધ્યા આવવાના છે. તેમના હસ્તે રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. આ દરમ્યાન સીએમ યોગી સહિત અનેક રાજકીય આગેવાનો અને સંત સમુદાય ઉપસ્થિત રહેવાનો છે. આ ભૂમિ પૂજન કાર્યક્રમની ભવ્યતા અને પ્રચારમા રામ મંદિર તીર્થ ટ્રસ્ટ કોઈ કસર રાખવા માંગતું નથી.

ઉત્તર પ્રદેશમાં અયોધ્યામા રામમંદિર શિલાન્યાસ માટે પીએમ મોદીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઈ ચુકી છે. જેમાં પીએમ મોદી મંદિરની પહેલી ઇંટ મુકશે અને મંદિર નિર્માણની શરૂઆત કરશે.જેમા પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે ૧૧.૩૦ કલાકે વાગે અયોધ્યા પહોંચશે, જ્યાર બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે. બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે

ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ 200 મહેમાનો સામેલ થવાના છે.જેમાં પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના સામેલ થશે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે.

આ કાર્યક્રમમા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. જેમાં સમગ્ર ભૂમિ પૂજન દરમ્યાન સોશિયલ ડીસટન્ટનો ખાસ ખ્યાલ રાખવામા આવશે.તેમજ ૫ ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત રામમંદિરના ભૂમિપૂજન માટે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમથી માટી અને પાણી અયોધ્યા લાવવામા આવશે.

Share: