રફાલ આવવાથી નરેન્દ્ર મોદી ચીનનું નામ લઈ બતાવે

July 30, 2020
 303
રફાલ આવવાથી નરેન્દ્ર મોદી ચીનનું નામ લઈ બતાવે

ગઈ કાલે ૨૯/૦૭/૨૦૨૦ ના રોજ રફાલ જેટ વિમાન ની ભારત દેશ ને ડિલિવરી કરવા મા આવી અને હરિયાણા રાજ્ય મા આ રફાલ જેટ વિમાનો ઉતર્યા ત્યારે નવાઈ ની વાત એ હતી કે જનતા ને આ વિમાન ને આકાશ માં જોવા માટે કે ફોટો વિડિઓ માટે મનાઈ હતી.

રફાલ આવવાથી જાણે દેશ ની સૈન્ય ની તાકાત મા અનેક ગણો વધારો થઈ ગયો હોય તેવી વાતો કરી રહી છે. જેના કારણે દેશ મા એવી ખુશી ની લહેર દોડી ગઈ છે અને તેઓ ૨૯/૦૭/૨૦૨૦ નો સરવાળો મારી ને ૫૬ નો આંકડો થાય એટલે નમો ની સોશીયલ મિડીયા મા આરતી ઉતારી રહ્યા છે.

રફાલ જેટ જેવા વિમાનો સમય સમય પર ભારત દેશ દ્વારા ખરીદવામાં પહેલાની સરકારો દ્વારા પણ પહેલ કરવામાં આવી જ છે જેમ જેમ વિશ્વ મા નવી નવી ટેકનોલોજી આવતી જાય તેમ તેમ વિશ્વ ના તમામ દેશો દ્વારા સરક્ષણ ખર્ચ વધતું જાય છે. ટુંક માં રફાલ જેટ વિમાન અન્ય યુદ્ધ વિમાનો કે શસ્ત્રની જેમ ભારત દેશ ની આર્મી મા સ્થાન પામ્યું છે.ત્યારે પીએમ મોદી હવે ચીનનું નામ લેવાથી હિંમત કરી શકશે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: