હાર્દિક પંડ્યા બન્યા પિતા, નતાશાએ આપ્યો બેબી બોયને જન્મ

July 30, 2020
 183
હાર્દિક પંડ્યા બન્યા પિતા, નતાશાએ આપ્યો બેબી બોયને જન્મ

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બની ગયા છે. તેમની પત્ની નતાશા સ્ટેનકોવિકે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્રનો હાથ પોતાના હાથમાં લઈને એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરની સાથે કેપ્શ્નમાં લખું છે કે, “અમને અમારા દીકરાનું સૌભાગ્ય મળ્યું છે.”

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને આ સમાચાર શેર કર્યા છે. હાર્દિક પંડ્યાએ પોતાના નવજાત પુત્રની પ્રથમ તસ્વીર પણ અહીં પોસ્ટ કરી છે.

View this post on Instagram

We are blessed with our baby boy ❤️????????

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તમને જણાવી દઈએ કે, નવા વર્ષની તક પર હાર્દિક પંડ્યાએ ખાસ અંદાજમાં નતાશાને પ્રપોજ કર્યો હતો. તેમને ઘૂંટણ પર બેસી રિંગની સાથે નતાશાને પ્રપોજ કર્યો હતો. જવાબમાં નતાશાએ પણ તેમને પોતાના હમસફર બનાવવાની હા પણ પાડી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હાર્દિકની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો તેમને અત્યાર સુધી ૧૧ ટેસ્ટ મેચની ૧૮ ઇનિંગ્સમાં ૫૩૨ રન બનાવ્યા છે જેમાં એક સદી અને ૪ અડધી સદી સામેલ છે. વનડેની વાત કરીએ તો તેમને ૫૪ મેચમાં ૩૮ ઇનિંગ્સમાં બેટિંગ કરતા ૨૯.૯ ની એવરજથી ૯૫૭ રન બનાવ્યા હતા. તેમાં ચાર અડધી સદી પણ સામેલ છે. ટી-૨૦ ની વાત કરીએ તો આ ખેલાડીએ ૪૦ મેચની ૨૫ ઇનિંગ્સમાં ૩૧૦ રન બનાવ્યા છે.

Share: