ઉત્તર કોરિયામાં છે દુનિયાની સૌથી ભૂતિયા હોટલ

July 30, 2020
 281
ઉત્તર કોરિયામાં છે દુનિયાની સૌથી ભૂતિયા હોટલ

આમ તો દુનિયાના ઘણી વિચિત્ર બાબતો રહેલી છે. ઉત્તર કોરિયામાં વર્તમાન એક હોટલ તેમાંથી એક છે. તેને ભૂતિયા અને શાપિત માનવામાં આવે છે. પિરામીડના આકારમાં બનેલી આ હોટલ આમ તો દુનિયાની સૌથી લગ્જરી અને ઉંચી હોટલોમાં પ્રખ્યાત હતી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તેના પર ભયાનક આત્માનો પહેરો છે જેના કારણે ૩૩ વર્ષથી નિર્માણનું કામ અધૂરુ પડ્યું છે.

આ વિચિત્ર હોલ્ટ પ્યોંગયોગમાં આવેલ છે. આ હોટલનું આધિકારિક નામ રયુગયોંગ છે, પરંતુ તે યુ-ક્યુંગના નામથી પણ જાણીતી છે. ૩૩૦ મિટર ઉંચી આ હોટલમાં કુલ ૧૦૫ રૂમ છે, પરંતુ આજ સુધી કોઈ પણ વ્યક્તિ અહીં રોકાઈ શકી નથી. આ હોટલ લગ્જરી છે. ઉત્તર કોરીયાએ તેનું નિર્માણ કુલ ૭૫૦ ડોલર એટલે લગભગ ૪૭ અરબ રૂપિયા ખર્ચ કર્યા હતા, પરંતુ હેરાની વાત એ છે કે, આજ સુધી આ હોટલનું ઓપનીંગ થયું નથી.

નિષ્ણાંતોના મતે,, જો હોટલ નક્કી સમયે સંપૂર્ણપણે બની ગઈ હોત તો આ દુનિયાની સાતમી સૌથી ઉંચી બિલ્ડીંગ અને હોટલ તરીકે જાણીતા હોત. હોટલનું નિર્માણ કાર્ય વર્ષ ૧૯૮૭ માં શરુ થયું હતું, પરંતુ દરવખતે હોટલના નિર્માણ દરમિયાન કોઈ અવરોધ આવે છે. જેના કારણે કામગીરી અધુરી રહી જાય છે. વર્ષ ૧૯૯૨ માં કાર્યને અધવચ્ચે રોકવું પડ્યું હતું. બાદમાં વર્ષ ૨૦૦૮ માં કામ ફરીથી શરુ કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૧૧ અરબ રૂપિયા ખર્ચ પણ થઈ ગયા છે. તેમ છતાં હોટલનું કામ પૂર્ણ થઈ શક્યું નથી.

Share: