ટાટા સ્કાયના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, એક સાથે છ સેવાઓના ભાવમાં કરવામાં આવ્યો ઘટાડો

July 31, 2020
 325
ટાટા સ્કાયના ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, એક સાથે છ સેવાઓના ભાવમાં કરવામાં આવ્યો ઘટાડો

ટાટા સ્કાયે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપતા પોતાની છ સેવાઓની કિંમતોમાં ૫૦ ટકા કપાત કરી છે. ડબલ ધમાકા ઓફર હેઠળ ટાટા સ્કાય સ્માર્ટ ગેમ્સ અને ડાન્સ સ્ટુડિયોની કિંમત ૫૦ ટકા ઓછી કરી દીધી છે. તેના સિવાય આ ઓફરમાં ગ્રાહકોને ડબલ જીતોસ (Zeetos) કમાવવાની તક પણ મળશે. તમને જણાવી દઈએ કે, ટાટા સ્કાય જીતોસ એક લોયલ્ટી પ્રોગ્રામ છે.

ટાટા સ્કાયની આ નવી ઓફર ટાટા સ્કાય સ્માર્ટ ગેમ્સ, ફૂન લર્ન, ડાન્સ સ્ટુડિયો, ઈંગ્લીશ, વૈદિક ગણિત અને ફિટનેસ પર લાગુ થશે. આ છ સેવાઓ બે ઓગસ્ટ સુધી ૩૦ રૂપિયાના દરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પહેલા તેના માટે ૬૦ રૂપિયા પ્રતિ મહિના કંપની લઇ રહી હતી.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ ટાટા સ્કાયે પોતાના બ્રોડબેન્ડ ગ્રાહકોને ફેયર યુઝેસ પોલીસ સમાપ્ત થયા બાદ પણ ૩ એમબીપીએસની સ્પીડથી ઈન્ટરનેટ ઉપયોગ કરવાની સુવિધા આપી છે.

Share: