કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સર ગંગારામ હોસ્પિટલમા દાખલ, હોસ્પિટલે કહ્યું હાલત સ્થિર

July 31, 2020
 1188
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સર ગંગારામ હોસ્પિટલમા દાખલ,  હોસ્પિટલે કહ્યું  હાલત સ્થિર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ગુરુવારે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમના સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરવામાં આવશે. સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયા પૂર્વે સોનિયાએ વિડીયો કોન્ફરન્સ દ્વારા પાર્ટીના રાજ્યસભાના સભ્યો સાથે બેઠક કરી હતી.

હોસ્પિટલના મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ ડો.ડી.એસ.રાણાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સાંજે સાત વાગ્યે નિયમિત ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, કે સોનિયા ગાંધીની હાલત સ્થિર છે

છેલ્લા કેટલાક વર્ષોમાં સોનિયા ગાંધી ઘણી વખત અસ્વસ્થ રહયા છે. વિદેશમાં પણ તેની સારવારના અહેવાલો આવ્યા હતા. સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થયાના થોડા કલાકો પૂર્વે કોન્ફરન્સ દ્વારા પાર્ટીના રાજ્યસભાના સભ્યો સાથે બેઠક યોજી હતી.

ગત વર્ષે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ રાહુલ ગાંધીએ તેની માટે નૈતિક જવાબદારી લીધા પછી રાજીનામું આપ્યું હતું. આ પછી સોનિયાને કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

Share: