પેટ્રોલ ડીઝલ નો તમામ ટેક્સ ઘટાડવા જનતા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સામે સડક પર ઉતરે

July 31, 2020
 287
પેટ્રોલ ડીઝલ નો તમામ ટેક્સ ઘટાડવા જનતા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો સામે સડક પર ઉતરે

દેશમાં મોંઘવારી ચરમ સીમા પર ચાલી રહી છે. અને આવનાર સમયમાં વધતી જ રહેશે કારણ કે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ મા મોદી સરકાર દ્વારા બેફામ રીતે ટેક્સ વધારી ને લૂંટ ચલાવવા મા આવી છે.૨૫/૩૦ રૂપિયે પ્રતિ એક લિટર પેટ્રોલ અને ડીઝલ કેન્દ્ર સરકાર ને ઘરમાં પડે છે. પણ તેના ઉપર હદ બહાર ના નવા નવા નામ થી ટેક્સ કેન્દ્ર સરકાર લઈ રહી છે અને વધારા નો ટેક્સ વેટ ના નામે રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહ્યો છે. વર્ષો પહેલાં પણ શહેરો મા હાઇવે પર રોડ રસ્તા હતા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ ઓછા હતા ત્યારે વાહનો પણ ઓછા હતા. પણ પાછલા ૨૫ વર્ષ મા વાહનો ની સંખ્યા માં અનેક ગણો વધારો થયો છે અને આ નવા વાહનો પર કેન્દ્ર અને રાજ્ય સરકારો ને નોંધણી સમયે લાઇફ ટાઇમ આરટીઓ ટેક્સ ના નામે જે રકમ ટેક્સ ના નામે મળે છે તે રકમ રોડ રસ્તા બનાવવા માટે નું આગોતરું આયોજન સરકાર કરવામાં આવતું હતું.

રાજ્ય સરકાર દ્વારા પહેલા નવા વાહન મા સેલ ટેક્સ ના નામે રાજ્ય સરકાર દ્વારા વિકાસ ના કામો માટે ટેક્સ લેવામાં આવે છે. ત્યારે સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા તમામ વાહનો પર ઉત્પાદન થતાં જ અલગ થી એક્ષાઈઝ ના નામે ટેક્સ લેવાતો તેને હવે જીએસટી કહેવાય છે. દાખલા રૂપે કહું તો એકટીવા ની મૂળ કિંમત ૪૦૦૦૦ રૂપિયા છે તો તેના ઉપર કેન્દ્ર સરકાર નો અને રાજ્ય સરકાર નો જીએસટી ૨૨૦૦૦ લાગે. પછી આરટીઓ કચેરી મા વળી પાછો લાઇફ ટાઇમ ટેક્સ ૨૦૦૦ ની આસપાસ લાગે અને મોટા શહેરો ની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વળી પાછો ટેક્સ લાગે છે બીજું કે દરેક એક લિટર પેટ્રોલ અને ડીઝલ દીઠ દેશ ની જનતા કેન્દ્ર અને રાજ્ય સરકાર ને ૩૫ થી ૪૫ રૂપિયા આજ ની તારીખે ટેક્સ રૂપે ચૂકવે છે ત્યારે સામાન્ય રીતે સાદી ગણતરી મુજબ એકટીવા ની એવરેજ એક લિટર પેટ્રોલ દીઠ ૪૦ કિલો મીટર ની કહેવાય તો વાહન માલિક દરરોજ જેટલા કિલો મીટર એકટીવા લઈને ફરે તેટલા રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકાર ને ટેક્સ પેટે આપે છે. જ્યારે એક ટ્રક કે બસ દર કિલો મીટર દીઠ ૮ થી ૯ રૂપિયા એક કિલો મીટર દીઠ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો ને ચૂકવે છે.

દેશ ની જનતા સામૂહિક રીતે મોંઘવારી ઘટાડવા માંગતા કેન્દ્ર સરકાર ની સામે આંદોલન કરવા સડક પર આવે આંદોલન કરે અને સરકાર નો કાન આમલે તો મોદી સરકાર અને દેશ ની રાજ્ય સરકારો ધ્રુજી જાય અને પેટ્રોલ ડીઝલ ના ભાવ મા જનતા નો ગુસ્સો જોઈ ને કદાચ ૭૦/૭૫ ટકા જેટલો ટેક્સ ઘટાડે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રત્યેક લિટર દીઠ ૨૫ થી ૩૫ રૂપિયા ની આસપાસ ઘટાડો આવી શકે તેમ છે. અને તેના કારણે દેશમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ ઓછું થાય ખેડૂતો ના ખર્ચ માં ઘટાડો થાય. દેશમાં તમામ કારખાના ફેકટરી મા ઉત્પાદન ખર્ચ મા ઘટાડો થાય તે કારણે દેશમાં બનતો માલ આપણે વિદેશ માં વધારે પ્રમાણ મા વેચી શકીએ અને તેથી વિદેશી હૂંડિયામણ આવવાના કારણે રૂપિયો પણ મજબૂત બને.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: