ગુજરાત સરકાર અને વાલીઓને  મોટો આંચકો, હાઈકોર્ટે ફી નહીં ઉધરાવવાનો પરિપત્ર રદ કર્યો 

July 31, 2020
 861
ગુજરાત સરકાર અને વાલીઓને  મોટો આંચકો, હાઈકોર્ટે ફી નહીં ઉધરાવવાનો પરિપત્ર રદ કર્યો 

ગુજરાતમા કોરોના મહામારી અને આર્થિક સંકટ વચ્ચે વાલીઓને રાજય સરકારને આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટે આજે રાજય સરકારે શાળા દ્વારા ઉધરાવવામા આવતી ફી નહીં ઉધરાવવાનો કરેલો પરિપત્ર રદ કર્યો છે. જો કે આ પરિપત્રની બાકીની શરતોને હાઈકોર્ટે યથાવત રાખી છે. જેને લઈને રાજય સરકાર હવે ફી ઉધરાવવાને લઈને નવો પરિપત્ર જાહેર કરી શકે છે.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર હવે સંચાલકો સાથે વાટાઘાટો કરી શકે છે. જયારે આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું પાલન કરાશે આ મુદ્દાને અહીં જ પૂરો કરવામાં આવશે. રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં નહીં જાય.તેમણે ઉમેર્યું કે હાઇકોર્ટ સમક્ષ સરકારે અભિપ્રાય રજૂ કરી દીધો છે. આગામી સમયમાં હાઇકોર્ટ જે વિગતવાર ચુકાદો આપશે તેના પરથી નિર્ણય લેવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ૧૩ એપ્રિલએવી સમજૂતી થઈ છે કે સપ્ટેમ્બર સુધી કોઈ પણ સંચાલક વાલી પર ફી માટે દબાણ નહીં કરે.

ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો પરિપત્ર કર્યો હતો કે વર્ષ ૨૦૨૦ -૨૧ માં કોઈ પણ સ્કૂલ ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત સ્કૂલ વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ કોઈ પણ પ્રકારની શૈક્ષણિક ફી નહીં ઉઘરાવી શકે. ગુજરાત સરકારના અન્ય મુદ્દા હાઇકોર્ટે યથાવત રાખ્યા છે. પરિપત્રનો જે ચોથા નંબરનો ફી અંગેનો મુદ્દો હતો તે કોર્ટે રદ કર્યો છે.

Share: