સુશાંતના બેંક સ્ટેટમેન્ટે ખોલી રેહા અને તેમના ભાઈની પોલ, અભિનેતાની એકાઉન્ટથી થયો કરોડોનો ખર્ચ

July 31, 2020
 162
સુશાંતના બેંક સ્ટેટમેન્ટે ખોલી રેહા અને તેમના ભાઈની પોલ, અભિનેતાની એકાઉન્ટથી થયો કરોડોનો ખર્ચ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે તાજેતરમાં અભિનેત્રી રેહા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તેમને અભિનેત્રી પર પોતાના પુત્ર સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમાં એક આરોપ સુશાંત સિંહના રૂપિયાનો હતો. સુશાંતના પિતાનો દાવો છે કે, સુશાંતના એકાઉન્ટમાં ૧૭ કરોડ રૂપિયા હતા. છેલ્લા એક વર્ષમાં ૧૫ કરોડ રૂપિયા તેમાંથી ઉપાડવામાં આવ્યા હતા.

રૂપિયા એવા ખાતામાં ટ્રાન્સફર થયા જેનાથી સુશાંતને કોઈ લેવા-દેવા નહોતા. બધા ખાતાની તપાસ કરવામાં આવશે. જ્યારે હવે રિપબ્લિક વર્લ્ડની રિપોર્ટ મુજબ સુશાંતના એકાઉન્ટથી ફ્લાઈટ ટીકીટ, હોટલનો ખર્ચ, ટ્યુશનની ફી, શોપિંગ જેવી ઘણી ખરીદી રેહા ચક્રવર્તી અને તેમના ભાઈ શોવિકની ઉપર કરવામાં આવી છે. આ બેંક રેકોર્ડના સામે આવ્યા બાદ છેલ્લા વર્ષે થયેલ લેણ-દેણ સુશાંતની લાઈફમાં રેહાની ભૂમિકા પર ઘણી રીતના સવાલ ઉભા થાય છે.

આ રિપોર્ટ મુજબ નવેમ્બર ૨૦૧૯ માં ૪ કરોડ, ૬૨ લાખથી વધુ બેલેન્સથી ફ્રેબુઅરી ૨૦૨૦ માં સુશાંતનું બેંક બેલેન્સ ઘટીને માત્ર ૧ કરોડ સુધી રહી ગયું છે. શોવિક ચક્રવર્તીની ૮૧,૦૦૦ રૂપિયાની ફ્લાઈટ ટીકીટથી લઈને ૧ લાખથી વધુ સુધી રેહાના મેકઅપ, શોપિંગ, પાર્લરનો ખર્ચ અને ઘણી રીતના ખર્ચા છે.

બિહાર પોલીસ તેમ છતાં સુશાંત સિંહના અવસાનની તપાસ કરી રહી છે. તે સુશાંતના બેંક એકાઉન્ટની ડીટેલ્સ માંગ થઈ રહી છે. સુત્રો મુજબ ઈડીએ પણ મની લોન્ડ્રીગ એન્ગલની તપાસ માટે સુશાંતની ફેમેલી તરફથી રેહા અને અન્ય સામે દાખલ કરવામાં આવેલ એફઆઈઆરની કોપી માંગી છે.

Share: