વેબ સીરીઝ આશ્રમ ટીઝર : બોબી દેઓલનો જોવા મળ્યો અનોખો અવતાર

July 31, 2020
 169
વેબ સીરીઝ આશ્રમ ટીઝર : બોબી દેઓલનો જોવા મળ્યો અનોખો અવતાર

બોલીવુડ અભિનેતા બોબી દેઓલની અપકમિંગ વેબ સીરીઝ આશ્રમનું પ્રથમ લુક જાહેર કરી દીધું છે. તેને બોબી દેઓલે પોતાના બધા સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. તેમને ફર્સ્ટ લુકને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “આશ્રમનું પ્રથમ લુક આ રહ્યું. હું તેને તમારા બધા સાથે ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ ના એક સાથે જોવાની રાહ જોઈ રહ્યો છુ.”

બોબી દેઓલે એ પણ જાણકારી આપી છે કે, આ વેબ સીરીઝ એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. જો કે તેમના લુકના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

બોબી દેઓલ વેબ શો આશ્રમમાં એક સાધુના રોલમાં છે. તેમના ફર્સ્ટ લુકને જોઇને એ અંદાજો લગાવી શકાય છે. આ સીરીઝમાં દર્શન કુમાર ઇન્સ્પેકટર બન્યા છે. ખાસ વાત એ છે કે, આ વેબ શો પ્રખ્યાત ટીવી આર્ટીસ્ટ સચિન શ્રોફની વાપસી થઈ રહી છે. તે છેલ્લા ઘણા વર્ષોથી ગ્લેમર જગતથી દુર રહ્યા છે. આશ્રમને બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર પ્રકાશ ઝા બનાવી રહ્યા છે.

તાજેતરમાં બોબી દેઓલની નેટફ્લીક્સ સીરીઝ ‘ક્લાસ ઓફ ૮૩’ નું લુક જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં તે પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા. બોબી દેઓલ તાજેતરમાં રેસ ૩ અને હાઉસફૂલ ૪ જેવી મોટી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. બોબી દેઓલે પોતાની કારકિર્દીની શરૂઆત હિન્દી શીનેમા ચાઈલ્ડ આર્ટીસ્ટ ફિલ્મ ધર્મવીરથી કરી હતી. ત્યાર બાદ તેમની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૫ માં ફિલ્મ બરસાતથી થઈ હતી. આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટ્વિંકલ ખન્ના જવા મળી હતી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેરના ડેબ્યુ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

Share: