એલિસ્ટર મેકડરમોટે પ્રોફેશનલ ક્રિકેટથી લીધી નિવૃત્તિ

July 31, 2020
 195
એલિસ્ટર મેકડરમોટે પ્રોફેશનલ ક્રિકેટથી લીધી નિવૃત્તિ

ક્વીન્સલેન્ડ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર એલિસ્ટર મેકડરમોટે ૨૯ વર્ષની ઉમરમાં ક્રિકેટના બધા પ્રારૂપોથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. એલિસ્ટર મેકડરમોટે સતત ઈજા રહેવાના કારણે આ નિર્ણય લીધો છે. ૨૦૦૯ માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર એલિસ્ટર મેકડરમોટે પોતાની કારકિર્દીમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે.

તમને જણાવી દઈએ કે, ૭૫ ફર્સ્ટ ક્લાસ વિકેટ લેનાર આ ખેલાડીએ સેકેન્ડ ઈલેવન ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના આધારે ક્વીન્સલેન્ડનો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો હતો. તેમ છતાં બ્રોકન આર્મ અને સ્ટ્રેસ ફ્રેકચરના કારણે તેમની વાપસીમાં વિલંબ થયો હતો. અંતમાં એલિસ્ટર મેકડરમોટને નિવૃત્તિ લેવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

એલિસ્ટર મેકડરમોટે કહ્યું છે કે, “૨૦૧૯-૨૦ સીઝનના પહેલા સાત મહિના મારા સામે ઘણા પડકારજનક રહ્યા હતા. માનસિક રીતે મારા માટે મુશ્કેલ સમય રહ્યો હતો. બે મહિનામાં કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યા બાદ જુલાઈમાં અભ્યાસ કરતા મારો હાથ તૂટી ગયો હતો. ત્યાર બાદ છેલ્લા સાત વર્ષમાં મને ચોથી વખત સ્ટ્રેસ ફ્રેકચર થયું હતું. હું જ્યારે પણ બોલિંગ કરતો, ત્યારે પીઠમાં દુખાવો થતો હતો. હું ટ્રેનિંગ સેશન દરમિયાન ખૂબ જ પીડાનો સામનો કરતો હતો.

એલિસ્ટર મેકડરમોટ પોતાની ટીમની સાથે શેફીલ્ડ શીલ્ડ અને વનડે કપ તો જીત્યા છે, પરંતુ તેની સાથે બ્રિસબેન હીટ સાથે બીગ બેશ લીગની બીજી સીઝનનું ટાઈટલ પણ જીતી ચુક્યા છે. તે ૨૦૧૦ માં ઓસ્ટ્રેલીયન ટીમના ભાગ રહેતા અન્ડર-૧૯ વર્લ્ડ કપનું ટાઈટલ પણ જીત્યા છે.

પોતાની કારકિર્દીમાં એલિસ્ટર મેકડરમોટે ૨૦ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૨૪.૭૭ ની એવરજથી ૭૫ વિકેટ, ૨૭ લીસ્ટ એ મેચમાં ૨૪.૭૦ ની એવરજથી ૭૭ વિકેટ અને ૨૫ ટી-૨૦ મેચમાં ૨૩.૧૦ ની એવરજથી ૨૯ વિકેટ લીધી હતી.

તમને જણાવી દઈએ કે, બીબીએલમાં એલિસ્ટર મેકડરમોટે પોતાની હ્ચેલ્લી મેચ જાન્યુઆરી ૨૦૧૫ માં રમી હતી, જ્યારે અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ નવેમ્બર ૨૦૧૪ માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. આ મેચમાં તેમનું પ્રદર્શન તેમ છતાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું.

Share: