રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયા, રાજ્ય સરકારે કરી સત્તાવાર જાહેરાત.

July 31, 2020
 806
રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયા, રાજ્ય સરકારે કરી સત્તાવાર જાહેરાત.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા આજે નિવૃત્ત થયા છે. હવે રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયા નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નવા ડીજીપીના નામની જાહેરાત કરી હતી. શિવાનંદ ઝાનો કાર્યકાળ પૂર્ણ થયો હતો પણ લોકડાઉનના કારણે તેમને ત્રણ મહિનામાં એક્સ્ટેન્શન્સ આપવામાં આવ્યું હતું. આજે શિવાનંદ ઝાની નિવૃત્તિનો આખરી દિવસ હતો. રાજ્ય સરકારે જાહેર સેવા આયોગને નવા ડીજીપી માટે ત્રણ નામોની પેનલ મોકલી આપી હતી જેમાં આશિષ ભાટિયા, રાકેશ અસ્થાના અને વિનોદ મલનો સમાવેશ થાય છે.

આજે દિલ્હીમાં જાહેર સેવા આયોગની બેઠક પણ મળી હતી જેમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ અને સંગીતા સંગીતા હાજરી આપી હતી. આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાના નામની ઘોષણા કરી હતી. આશિષ ભાટિયા ડીજીપી તરીકે પદભાર સંભાળ્યો છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી છે. હવે આ હોદ્દા પર પણ ખૂબ જ સમયમાં નિમણૂક થાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવનું નામ ચર્ચાઈ રહ્યું છે.

Share: