વ્હોટ્સએપમાં આવવાનું છે નવું ફીચર, જેના દ્વારા યુઝર્સને થશે આ ફાયદો

August 12, 2020
 808
વ્હોટ્સએપમાં આવવાનું છે નવું ફીચર, જેના દ્વારા યુઝર્સને થશે આ ફાયદો

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે સમય-સમય પર પોતાની એપમાં નવા-નવા ફીચર લાવતી રહે છે. હવે કંપની સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફીચરને આ એપમાં સામેલ સામેલ કરવાની છે. વ્હોટ્સએપને લઈને સૌથી પહેલા જાણકારી આપનારી વેબસાઈટ WABetainfo એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે, વ્હોટ્સએપમાં સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ ફીચરને Expiring Messages નામથી સામેલ કરવામાં આવશે. આ અગાઉ વ્હોટ્સએપના ૨.૨૦.૧૯૭.૪ વર્ઝનની સેટિંગ્સમાં જોવા મળ્યું છે. એટલે જલ્દી જ આ ફીચર તમને ઉપયોગ કરવા મળશે. આ ફીચર દ્વ્રારા યુઝર્સ સાત દિવસ બાદ પોતાની ચેટને ઓટો ડીલીટ કરી શકશે.

આ કારણે લાવવામાં આવી રહ્યું છે આ ફીચર

વ્હોટ્સએપનું આ ફીચર ઈન્ડિવિજુઅલ ચેટ્સની સાથે-સાથે ગ્રુપ ચેટ્સ માટે પણ ઉપલબ્ધ હશે. વ્હોટ્સએપનો ઈરાદો જૂની ચેટ્સને ઓટો-ડીલીટ કરી એપને હળવી બનાવવાનો છે, જેથી આ વધુ મેમરી યુઝ ના કરે. નવા વર્ઝનમાં ચેટ ડીલીટ કરવા માટે તમારે ૧ થી ૭ દિવસની સમય મર્યાદાનો વિકલ્પ મળશે, જે તમે તમારી સુવિધા અનુસાર સેટ કરી શકો છો.

Share: