રાજકોટમા સીએમ રૂપાણીના આદેશની અવગણના, કોરોના ટેસ્ટ ડબલ કરવાના બદલે ઘટી ગયા

August 01, 2020
 668
રાજકોટમા સીએમ રૂપાણીના આદેશની  અવગણના, કોરોના ટેસ્ટ ડબલ કરવાના બદલે ઘટી ગયા

ગુજરાતના સીએમ રૂપાણીના હોમ ટાઉન રાજકોટમા સતત વધી રહેલા કેસો વચ્ચે તેમના દ્વારા કોરોનાનો ફેલાવો રોકવા માટે આપવામા આવેલા કોરોના ટેસ્ટ વધારવાના આદેશની સતત અવગણના કરવામા આવી રહી છે. જેમાં જે દિવસે સીએમ રૂપાણીએ મુલાકાત લઈને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી અને કોરોના ટેસ્ટ ધડાડવા માટે ટેસ્ટ ડબલ કરવાનો આદેશઆપ્યો હતો તે જ દિવસે ટેસ્ટની સંખ્યા અડધી કરવામા આવી હતી.

આ અંગે વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સીએમ રૂપાણીના હોમ ટાઉનમા જાણી જોઈને કોરોનાના ફેલાવો વધારે ના દેખાય તે માટે ટેસ્ટની સંખ્યા ઘટાડીને આંકડાની માયાજાળ રચવામા આવી રહી છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ એક તકે એમ પણ કહ્યું હતું કે ૨૪ કલાકમા સામે આવેલા આંકડામા કોઈ ભૂલ હોય તો સુધારી લેવી.

ગુજરાતમા અમદાવાદ બાદ સુરત અને હવે વડોદરા અને રાજકોટમા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેના લીધે રાજકોટ અને વડોદરામાં ટેસ્ટીગ વધારીને પોઝીટીવ લોકોની ઓળખ કરવામા આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરા અને રાજકોટમા અમદાવાદની જેમ શાકભાજીના ફેરિયાઓને કરીયાણાના વેપારીઓને સુપર સ્પ્રેડર ગણીને તેમનો કોરોના ટેસ્ટ શરૂ કરી દેવામા આવ્યો છે.

Share: