સુશાંતની બહેન શ્વેતાએ નરેન્દ્ર મોદીને કરી આ ખાસ અપીલ

August 01, 2020
 168
સુશાંતની બહેન શ્વેતાએ નરેન્દ્ર મોદીને કરી આ ખાસ અપીલ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૩૪ વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. સુશાંતના સુસાઈડને લઈને ઘણી રીતના સવાલ ઉભા થઈ રહ્યા છે. અભિનેતાના અવસાન બાદ નવી-નવી વાતો ખુલીને સામે આવી રહી છે. તાજેતરમાં સુશાંતના પિતા કે. કે. સિંહે તેમની ગર્લફ્રેન્ડ રેહા રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર દાખલ કરાવી દીધી છે અને તેની સામે ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા. જ્યારે બિહાર પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આ દરમિયાન સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક પોસ્ટ દ્વ્રારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી સોશિયલ મીડિયા પર ન્યાયની વિનંતી કરી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ પોસ્ટમાં તેમને લખ્યું છે કે, “તેમના ભાઈના ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નહોતા. અમે ખૂબ જ સરળ પરિવારમાંથી છીએ. માત્ર તેમનો એક ભાઈ બોલીવુડમા સ્ટાર હતો જે હમારા પરિવારથી હતો. તમને પ્રાર્થના છે કે, આ કેસને ધ્યાનમાં લો. સુશાંતના કેસનું સત્ય બહાર આવે અને પુરાવા સાથે કોઈ છેડછાડ કરવામાં આવે નહીં.

પોસ્ટ શેર કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, “હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છુ અને હું સંપૂર્ણ બાબતની તાત્કાલિક તપાસની વિનંતી કરું છુ. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઇપણ કિંમત પર ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. આ પોસ્ટની સાથે તેમને પીએમ મોદી અને પીએમઓ ઇન્ડિયાને ટેગ કર્યું છે.

Share: