પીએમ મોદી દ્વારા રામમંદિરના ભૂમિપૂજનને લઈને માતા હીરા બા એ કહી આ વાત

August 01, 2020
 673
પીએમ મોદી દ્વારા રામમંદિરના ભૂમિપૂજનને લઈને માતા હીરા બા એ  કહી આ વાત

અયોધ્યા ૫ ઓગસ્ટના રોજ પીએમના હસ્તે ભવ્ય રામમંદિરના નિર્માણ માટેનું ભૂમિપૂજન થવાનું છે. તેવા સમયે પીએમ મોદીના માતા હીરાબાએ પીએમ મોદીને ખૂબ આશીર્વવાદ આપ્યા છે.જ્યારે માતા હીરાબાએ પણ પીએમ મોદીને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું મને ગૌરવ છે કે દેશના પ્રધાનમંત્રી અને અમારા પરિવારના સદસ્ય દ્વારા ભૂમિ પૂજન થઈ રહ્યું છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે ૫ ઓગષ્ટના દિવસે સાંજે ઘરે દીપ પ્રગટાવી દિવાળીનો પર્વ ઉજવીશું.આ સાથે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે એક ટીવી ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિ પૂજન આનંદ અને ગર્વની ક્ષણ છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં અયોધ્યામા રામમંદિર શિલાન્યાસ માટે પીએમ મોદીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઈ ચુકી છે. જેમાં પીએમ મોદી મંદિરની પહેલી ઇંટ મુકશે અને મંદિર નિર્માણની શરૂઆત કરશે.જેમા પીએમ મોદી પાંચ ઓગસ્ટે સવારે ૧૧.૩૦ કલાકે વાગે અયોધ્યા પહોંચશે, જ્યાર બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે. બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે

ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સાધુ સંતો સહિત કુલ ૨૦૦ મહેમાનો સામેલ થવાના છે.જેમાં પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના સામેલ થશે. પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે.

આ કાર્યક્રમમા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. જેમાં સમગ્ર ભૂમિ પૂજન દરમ્યાન સોશિયલ ડીસટન્ટનો ખાસ ખ્યાલ રાખવામા આવશે.તેમજ ૫ ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત રામમંદિરના ભૂમિપૂજન માટે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમથી માટી અને પાણી અયોધ્યા લાવવામા આવશે.

સ્વામી ગોવિંદ ગીરીએ જણાવ્યું કે રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડીસટન્ટનું ધ્યાન રાખવામા આવશે. તેમજ સમગ્ર કાર્યક્રમમા ૨૦૦ થી વધારે લોકોને આવવાની મંજુરી નથી. જેમાં ૧૫૦ લોકો એ છે જેમને આમંત્રણ આપવામા આવ્યું છે. આ ઉપરાંત રામમંદિર તીર્થ ધામ ટ્રસ્ટની ૧૮ જુલાઈના રોજ બેઠક મળી હતી. જેમાં પીએમઓને રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી ૩ અને ૫ ઓગસ્ટની તારીખ મોકલવામા આવી હતી.

Share: