કોરોનાના લીધે ૨૪ કલાકમા ૭૬૪ લોકોના મોત, એક જ દિવસમા ૫૭,૦૦૦ કોરોના સંક્મિત

August 01, 2020
 1125
કોરોનાના લીધે ૨૪ કલાકમા ૭૬૪ લોકોના મોત, એક જ દિવસમા ૫૭,૦૦૦ કોરોના સંક્મિત

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. પરંતુ તેની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં, દેશમાં કોરોના ૭૬૪ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૫૭૧૧૭ લોકો સંક્રમિત થયા છે. કોરોના વાયરસના ૫,૫૬,૧૦૩ સક્રિય કેસ છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાના ૧૬,૫૫,૯૯૮ કેસ નોંધાયા છે. જયારે અત્યાર સુધીમાં કુલ ૩૬,૫૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે.

જો આપણે રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સક્રિય કેસની સંખ્યા ૧,૫૦, ૯૬૬ પહોંચી ગઈ છે. તેમજ ૧૪,૯૪૪ લોકોના મોત થયા છે. જયારે તમિલનાડુમા કોરોના સંક્મિત એક્ટીવ કેસની સંખ્યા ૫૭૯૬૮ છે. તેમજ મરનારા લોકોની સંખ્યા ૩૬૯૩ થઇ છે.

જયારે અસમમા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૯૮૧૪ છે તેમજ ૯૮ લોકોના મૃત્યુની પૃષ્ટિ થઈ છે. ઉત્તર પ્રદેશમા એક્ટીવ કેસની સંખ્યા ૩૪૯૬૮ થઈ છે. તેમજ તેમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૧૬૩૦ થઈ છે. તેમજ પશ્વિમ બંગાળમા ૨૦,૨૩૩ લોકો કોરોના સંક્રમિત છે.

દેશની રાજધાની દિલ્હીના હાલ બુરા છે. દિલ્હી કોરોના પ્રભાવિત રાજયમા ત્રીજા નંબરે છે. દિલ્હીમા કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા ૧,૩૩,૩૧૦ થઈ છે. જેમાં ૧૦,૭૭૦ કેસ સક્રિય છે અને ૧,૧૮,૬૩૩ લોકોને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. રાજયમા અત્યાર સુધી ૧૨૧૩ લોકોના કોરોનાના લીધે મોત થયા છે.

જયારે આંધ્ર પ્રદેશ કોરોના પ્રભાવિત રાજયોમા ચોથા નંબરે છે. રાજયમા અત્યાર સુધી કોરોનાના કુલ ૧,૨૦,૩૯૦ કેસ સામે આવ્યા છે. જેમાં ૬૩,૭૭૧ કેસ સક્રિય છે અને ૫૫૪૦૬ લોકોને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે. રાજ્યમા અત્યાર સુધી ૧૨૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Share: