કોરોના. રામ મંદિર. અને મંદી વચ્ચે પીસાતી જનતા

August 01, 2020
 139
કોરોના. રામ મંદિર. અને મંદી વચ્ચે પીસાતી જનતા

દેશમાં જાણે ૨૦૧૪ ના જૂન મહિના થી પનોતી બેઠી હોય તેવું વાતાવરણ બની ચૂક્યું છે. તે સમયે ૧૨૮/૧૩૦ કરોડ ની જનતા મા અમુક લોકો શરૂઆત ના એકાદ મહિના મા ક્ષણિક ખુશી વ્યક્ત કરતી હશે .પણ નોટ બંદી અને જીએસટી બાદ તો દેશ ની સ્થિતિ એટલી બધી હદે ખતરનાક બની ચૂકી છે કે આવનાર દસકા મા દેશ ૨૦૦૦ થી ૨૦૧૪ ના મધ્ય ભાગ જેવી આર્થિક ગુલાબી સ્થિતિ સુધી નહિ પહોંચે..

તે સમયે વડા પ્રધાન તરીકે ડોકટર મનમોહન સિંહ હતા તેમને પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બનશે તો સ્થિતિ સૌથી ભયાનક બનશે અને થયું પણ એવું જ. આજે દેશ ની જનતા ને ચારે તરફ થી આર્થિક ફટકા પડી રહ્યા છે. ગરીબ પરિવાર ના લોકો ને 2 ટાઈમ ભોજન કરી ને કેમ જીવવું એ મોટો સવાલ છે.

દેશમાં ભયાનક મંદી નો માહોલ સર્જાયો છે. કરોડ થી વધુ લોકો બેકાર ફરી રહ્યા હતા તે સમયે દેશમાં કોઈ ભયાનક બીમારી કે ફેબ્રુઆરી મહિના થી શરૂ થયેલો કોરોના નહોતો. પણ માર્ચ મહિના ના મધ્ય ભાગ પછી અંતિમ દિવસો બાદ ચાલુ રહેલા લોક ડાઉન થી દેશ ની આર્થિક સ્થિતિ સંપૂર્ણ ડામાડોળ બની ગઈ છે.

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશમાં ગરીબ કે મિડલ ક્લાસ ના લોકો ને વ્યક્તિ દીઠ ૧૫૦૦ રૂપિયા જેટલી આર્થિક સહાય મળી હોત તો તે પૈસા પણ ૫/૭ વખત ના રોટે શન મા ફરતા ફરતા કેન્દ્ર કે રાજ સરકાર મા ૩૦/૪૦ ટકા જેટલી રકમ મા પાછા સરકારી તિજોરી મા આવ્યા હોત. અને કોરોના વાયરસ ને લઈને મોદી સરકાર ની કોઈ નીતી સારી કે સપસ્ટ લાગતી નથી. આવનાર ૩૧/૩/૨૦૨૧ સુધી ના વર્ષ મા દેશ નું દેવું એટલું બધું વધી ગયું હશે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. દેશ ની રાષ્ટ્રીય બેન્કો ની હાલત પણ નબળી પડી ગઈ છે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: