આંધ્રપ્રદેશના હિંદુસ્તાન શીપયાર્ડમા ક્રેન તૂટી, ૧૦ લોકોના મોત

August 01, 2020
 1132
આંધ્રપ્રદેશના હિંદુસ્તાન શીપયાર્ડમા ક્રેન તૂટી, ૧૦ લોકોના મોત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શીપયાર્ડમા શનિવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં હિન્દુસ્તાન શીપયાર્ડ લિમીટેડમા એક ક્રેન તૂટી પડી હતી જેમાં ૧૦ લોકોના મોત થયા છે. આ અંગે ડીસીપી સુરેશ બાબુએ કહ્યું કે ઘટના સ્થળે પોલીસ અને બચાવ કાર્ય કરનારા લોકો પહોંચ્યા છે. તેમજ આ દુર્ઘટનામા ૧૦ લોકોના મોત થયા છે અને એક વ્યકિત ઘાયલ થઈ છે.

આ ઘટનાને નિહાળનાર લોકોએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. ડ ક્રેન પડવાનો આઠ સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે.હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિડેટનો વહીવટ સરકાર હસ્તક છે. હિન્દુસ્તાન શિપયાર્ડ ખાતે શીપ, શીપ રિપેરિંગ, ડિઝાઇનિંગ, સબમરીન મેકિંગ સહિતના કામ થાય છે. મૃતકોમાં ચાર શિપયાર્ડના કર્મચારી હતા જ્યારે અન્ય લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.

Share: