મુશ્કેલીમાં પડી શકે છે કેપ્ટન કોહલી અને અભિનેત્રી તમન્ના, જાણો શું છે કારણ...

August 01, 2020
 152
મુશ્કેલીમાં પડી શકે છે કેપ્ટન કોહલી અને અભિનેત્રી તમન્ના, જાણો શું છે કારણ...

બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ બંનેની ધરપકડ કરવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી પર સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. જેના કારણે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર તમન્ના ભાટિયા અને વિરાટ કોહલી સામે ચેન્નાઈના એક વકીલે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વકીલે પોતાની અરજીમાં કહ્યું છે કે, તમન્ના અને વિરાટ કોહલી પોતાની જાહેરારા દ્વ્રારા ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેની સાથે વકીલે કોર્ટથી વિનંતી કરી છે કે, ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવો જોઈએ, કેમકે યુવાઓને તેની ખોટી લત લાગી રહી છે.

અરજદાર વકીલનું કહેવું છે કે, ઓનલાઈન સટ્ટાબાજી કંપની વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા જેવી હસ્તીઓનો ઉપયોગ કરી યુવાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે અને એટલા માટે બંનેની ધરપકડ થવી જોઈએ. વકીલે કોર્ટમાં આ અરજી તે ઘટનાને ધ્યાનમાં રાખીને કરી છે કે, જેમાં એક યુવાએ તાજેતરમાં ઓનલાઈન સટ્ટાબાજીમાં હારેલી કિંમત ના ચુકવવાના કારણે આત્મહત્યા કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા મોબાઈલ પ્રીમિયર લીગની જાહેરાત કરે છે. આ બંને ગેમિંગ પ્લેટફોર્મના બ્રાંડ એમ્બેસેડર છે. એમપીએલના આ સમયે ત્રણ કરોડ ૫૦ લાખથી વધુ યુઝર્સ થઈ ચુક્યા છે. આ પ્લેટફોર્મ પર ૪૦ થી વધુ ગેમ્સ છે. આઈપીએલ પહેલા એમપીએલની પાસે છ ક્રિકેટ ગેમ્સ છે, જેનાથી યુઝર્સને વધુ વિકલ્પ મળે છે.

આવી રીતની ઓનલાઈન ગેમ્સ દ્વ્રારા સટ્ટાબાજીને પ્રોત્સાહન મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં હૈદરાબાદમાં એક ગ્રેજુએશન કરી રહેલા વિધાર્થીએ ઓનલાઈન સટ્ટાબાજીના કારણે આત્મહત્યા કરી હતી. વાસ્તવમાં તે વિધાર્થી ઓનલાઈન ગેર્મિંગમાં ૨૦ હજાર રૂપિયા ગુમાવી બેઠી હતી. આ રૂપિયાના જ્વ્યાથી તે ડીપ્રેશનમાં આવી ગઈ અને તેમને આત્મહત્યા કરી લીધી હતી.

Share: