ગુજરાતમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સરકારે જાહેર કરી ગાઈડ લાઈન ,

August 04, 2020
 1059
ગુજરાતમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સરકારે જાહેર કરી ગાઈડ લાઈન ,

દેશમા ફેલાયેલા કોરોના વાયરસના લીધે કેન્દ્ર સરકારે અનલોક-૩ની ગાઈડ લાઈન બહાર પાડી છે .જેમા ૧૫ ઓગસ્ટની ઉજવણીને લઈને પણ નિયમો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામા અપીલ કરી છે. જેના ભાગરૂપે રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે રૂપાણી સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે.

આ સાથે આ ગાઈડલાઈનમાં રાજ્યમાં રાજ્ય કક્ષા જિલ્લા તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાઓ લેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

રાજ્યકક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી કોરોના વોરિયર્સ, કોરોનાને મ્હાત આપી સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત આપવા માટે પણ કહેવાયું છે. સાથે જ જિલ્લા કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી ઉજવણી દરમિયાન સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોમાં ૧૫૦ ની સંખ્યા રાખવા સુચના અપાઈ છે.રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજરી આપશે. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગરમાં આર.સી.ફળદુ હાજરી આપશે.

Share: