રેડમી ૯ પ્રાઈમ સ્માર્ટફોન ૪ ઓગસ્ટે થશે લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

August 01, 2020
 883
રેડમી ૯ પ્રાઈમ સ્માર્ટફોન ૪ ઓગસ્ટે થશે લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ

ચીની કંપની શાઓમી ભારતમાં તેના નવા સ્માર્ટફોન Redmi 9 Prime ને ૪ ઓગસ્ટે લોન્ચ કરવા જઈ રહી છે. તેની માહિતી રેડમીએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ જાહેર કરીને આ માહિતી આપી છે. રેડમી પ્રાઇમનું લોન્ચિંગ ૪ ઑગસ્ટે બપોરે ૧૨ વાગ્યે થશે. આ સ્માર્ટફોન ઇ-કૉમર્સ વેબસાઇટ એમેઝોન પર વેચવામાં આવશે. આ ફોનને ગ્રે અને ગ્રીન કલરની વેરાઈટીમાં લૉન્ચ કરી શકાય છે.

રેડમી ૯ પ્રાઈમ સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનમાં ફુલ એચડી + ડિસ્પ્લે આપવામાં આવશે અને સ્પીડ માટે ફોન માં મીડિયાટેક હેલિઓ જી૨૫ ચિપસેટ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. ફોટોગ્રાફી માટે, સ્માર્ટફોનના પાછળના ભાગમાં ૧૩ મેગાપિક્સલનો ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવશે. પાવર માટે, સ્માર્ટફોનમાં ૫,૦૨૦mAh એમએએચની મજબૂત બેટરી આપવામાં આવશે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે હશે.

ફોનની કિંમત

આ પહેલા ઝિઓમીએ રેડમી નોટ ૯ સિરીઝ હેઠળ રેડમી નોટ ૯ પ્રો મેક્સ, નોટ ૯ પ્રો અને નોટ ૯ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યા છે. આવી સ્થિતિમાં, અપેક્ષા રાખવામાં આવી રહી છે કે રેડમી ૯ પ્રાઇમ સ્માર્ટફોનની કિંમત ૧૦,૦૦૦ રૂપિયાથી ઓછી હશે. ફોનના ટીઝરમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે સૂચવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફોન રમત પ્રેમીઓને ધ્યાનમાં રાખીને રજૂ કરી શકાય છે.

Share: