રાજસ્થાનના સી એમ અશોક ગહેલોતનો મોટો પ્રહાર, કહ્યું કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત રાજીનામું આપે

August 01, 2020
 1080
રાજસ્થાનના સી એમ અશોક ગહેલોતનો મોટો પ્રહાર, કહ્યું કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત રાજીનામું આપે

રાજસ્થાનમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ અશોક ગહેલોતે ફરી એક વાર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પર આકરા પ્રહાર કરીને રાજીનામું માંગ્યું છે. તેમણે જેસલમેરમા જણાવ્યું છે કે તેમની વિરુદ્ધ સંજીવની કો-ઓપરેટીવ સોસાયટીના કથિત ગોટાળાની તપાસ માટે કોર્ટ આદેશ આપ્યો છે. તેમણે નૈતિકતાના ધોરણે આ રાજીનામું આપી દેવું જોઈએ.

રાજસ્થાનમા ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હવે ગુલાબી નગરીના બદલે સુવર્ણનગરી સત્તાનું નવું કેન્દ્ર બન્યું છે. જેમાં ગહેલોત જૂથના ધારાસભ્યો ચાર્ટર પ્લેનથી જયપુરથી જેસલમેર રવાના થયા છે.તેથી હવે આગામી બે સપ્તાહ માટે રાજયની સત્તાનું નવું હોટ-સ્પોટ રાજધાની જયપુરના બદલે પશ્વિમી રાજસ્થાનના ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત જેસલમેર હશે. જેમાં ૧૪ ઓગસ્ટના રોજ વિધાનસભા સત્રની તારીખ નક્કી કરવામા આવી છે તેની બાદ સીએમ અશોક ગહેલોતે ધારાસભ્યોને હોટલમાં રોકાવવાના નિર્દેશ આપ્યા હતા. જેમાં સત્ર શરૂ થતા પૂર્વે માત્ર મંત્રી જ કામકાજ પૂર્ણ કરવા માટે સચિવાલય જઈ શકશે.

રાજસ્થાનમા કોંગ્રેસની સરકાર પાડવામા જે ભાજપ નેતાનું નામ કથિત રીતે સામે આવી રહ્યું છે તેમની મુશ્કેલીમા વધારો થયો છે. જેમાં જયપુરની એક કોર્ટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત વિરુદ્ધ ૮૪૦ કરોડના ક્રેડીટ સોસાયટી ગોટાળાના કેસમા તપાસના આદેશ આપ્યા છે. જેમાં રાજસ્થાન પોલીસના એસઓજીએ રાજસ્થાનના ધારાસભ્યોને ખરીદવાના કેસમા સામે આવેલી ઓડિયો ટેપમા કથિત રીતે તેમને સંડોવણીને લઈને ચાર દિવસ પૂર્વે નોટીસ આપી છે.

આ અંગે અધિક જીલ્લા ન્યાયાધીશ પવન કુમારે મંગળવારે શેખાવત વિરુદ્ધની તપાસ એસઓજીને મોકલવાનો આદેશ આપ્યો છે. આ કેસમા શેખાવત અને તેમની પત્ની અને અન્ય ભાગીદારોને સંજીવની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાઈટી ગોટાળામા નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમા અંદાજે ૫૦,૦૦૦ લોકોના ૮૪૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

એસઓજી જયપુર યુનીટે ૨૩ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ એક ફરિયાદ દાખલ થયા બાદ આ કેસની તપાસ કરી રહી છે. જયારે હવે એડીજે કોર્ટ -૮ મા ગજેન્દ્રસિંહ વિરુદ્ધ લગુ સિંહ અને ગુમાન સિંહ દ્વારા નવી અરજી કરતા તેને સ્વીકાર કરીને તેની નવેસરથી તપાસના આદેશ આપ્યા છે. તેમજ આ એક ગંભીર ગુનો હોવાથી તેની તપાસ એસઓજી કરી રહી છે. આ બંને ફરીયાદીના જણાવ્યા અનુસાર ક્રેડીટ સોસાયટીમા એક મોટી રકમનું રોકાણ કર્યું હતું. તેમજ એક થીયેટર બનાવવાના બદલે બહુમાળી ઈમારત બનાવવામા આવી હતી. તેમજ થીયેટર બનાવવામાં બદલે ઇથોપિયામા અનેક સંપત્તી લેવામા આવી હતી.

Share: