ટેસ્ટી અને ક્રંચી વેજ કટલેશ ની રેસીપી

August 01, 2020
 161
ટેસ્ટી અને ક્રંચી વેજ કટલેશ ની રેસીપી

વેજ કટલેશ કેટલીય રીતે બનાવી શકાય છે. આ નાસ્તા ની જોડે જ સરસ ચટપટુ લાગે છે. બનાવવું આસાન હોય છે અને સ્વાદ મજેદાર. ઘણી કટલેશ ને તળી શકાય છે તો ઘણી કટલેશ ને હલકી ફ્રાય કરી શકાય છે. અમે બતાવી રહ્યા છીએ

તળવા વાળી વેજ કટલેશ ની રેસિપી પર એક નજર

રેસિપી કિવ્જન : ઇન્ડિયન

સમય : ૧૫ થી ૩૦ મિનીટ

મીલ ટાઇપ : વેજ

આવશ્યક સામગ્રી:

૧/૪ કપ મેદો

૧ કપ પાણી

૧/૨ કપ , ઝીણી સમારેલી પત્તાકોબીજ

૬ બ્રેડ સ્લાઇશ

૪ બટાકા બાફેલા

૧ ગાજર ને ક્રશ કરી લો

૧ ચમચી કોથમીર નો પાવડર

૧/૪ ચમચી કાળા મરચા

૧/૪ ચમચી લાલ મરચા નો પાવડર

૧/૪ ચમચી ગરમ મસાલો

૧/૪ ચમચી અમચુર પાવડર

૧ ચમચી આદું ની પેસ્ટ

૧ ચમચી ચાટ મસાલો

તળવા માટે તેલ

મીઠું સ્વાદ પ્રમાણે

બનાવવાની રીત:

- મેંદા માં સ્વાદ પ્રમાણે મીઠું, થોડા કાળા મરચા અને પાણી મિક્ષ કરી ને સરસ ઘોલ બનાવી લો.

- ઘોલ ના વધારે પાતળું હોવું જોઈ એ ના વધારે ઘાટું.

- બ્રેડ ને મીકસર માં પીસી લો.

- એક મોટા વાસણ માં બટાકા, ગાજર પત્તાકોબીજ, કોથમીર પાવડર, કાળા મરચા, લાલ મરચા નો પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, આદું ની પેસ્ટ, ચાટ મસાલો, થોડું મીઠું અને બ્રેડ નો ચૂરો નાખીને સરખી રીતે મિક્ષ કરી લો .

- મસાલા માં મીઠા ની માત્રા ઓછી રાખો કારણકે ઘોલ માં પણ મીઠું નાખ્યું છે .

- કડાઈ માં તેલ નાખીને ગરમ કરો. તેલ હાઈ ફ્લેમ પર ગરમ કરો.

- હવે તૈયાર મસાલા ના નાના - નાના ગુલ્લા તોડી લો. આ ગુલ્લા ને આપણી રીતે શેપ માં બનાવી લો.

- તેલ ચેક કરી લો. આ સરખું ગરમ થવું જોઈએ .

- ઘોલ ને એક વાર ફરીથી સરખી રીતે મિક્ષ કરી લો.

- હવે મસાલા નું એક ગુલ્લુ લઇ ને ઘોલ માં સરખી રીતે ડબોળો અને પછી તેલ માં નાખી દો.

- તેલ સરસ રીતે ગરમ થયેલ હશે તો આ તેલ માં જતા જ ઉપર આવી જશે.

- તેલ માં મુકેલી કટલેશ ને સોનેરી થાય ત્યાં સુઘી તળી લો.

- આવી જ રીતે બાકી કટલેશ ને તળી લો.

- તૈયાર વેજ કટલેશ ને લીલી ચટણી અને ટામેટા ની ચટણી ની જોડે ખાવો અને ખવડાવો.

Share: