ગુજરાતમા મનરેગામા મોટો ગોટાળો, હાર્દિક પટેલે મુક્યો આ આક્ષેપ

August 04, 2020
 1144
ગુજરાતમા મનરેગામા મોટો ગોટાળો, હાર્દિક પટેલે  મુક્યો આ આક્ષેપ

ગુજરાતમા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે સરકાર દ્વારા મનરેગામા દરેક ગામમા કરોડો રૂપિયાનો ગોટાળો થઈરહ્યો છે. ખોટા કાગળો અને બેક એકાઉન્ટના માધ્યમથી ગરીબ મજૂરોની મહેનતના નાણાથી ભાજપ સમર્થક સરપંચો તેને ખાઈ જાય છે. આજે મે અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પુરાવા સાથે મીડિયા વિરુદ્ધ ગોટાળો ઉજાગર કર્યો હતો.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમજ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બાલિન્દ્રામાં મનરેગાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો . હાર્દિક પટેલે કહ્યું કે મનરેગામાં કામ ન કર્યું હોય તેવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા છે. તેમના જોબકાર્ડ પણ બની ગયા છે. જયારે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ટીડીઓની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકોને પેમેન્ટ પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાનું કૌભાંડ ૫૦ કરોડનું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, સમૃદ્ધ ગુજરાતમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને મનરેગા હેઠળ ગરીબોના રૂપિયા લઈ લેવાય છે. હાર્દિક પટેલે કહ્યું કે, લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાય છે. તેમજ ભાજપ સમર્થક સરપંચ અને ટીડીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક ગામમાંથી અંદાજે ૧૦૦ લોકોના ખોટા એકાઉન્ટ અને જોબકાર્ડ બન્યા છે.બનાસકાંઠાના લોકો સાથે કૌભાંડ આચરાયું છે.

Share: