ફાઈલ શેરિંગ માટે લોન્ચ કરવામાં આવી આ શાનદાર એપ

August 04, 2020
 603
ફાઈલ શેરિંગ માટે લોન્ચ કરવામાં આવી આ  શાનદાર એપ

ચાઈનીઝ એપ Share It ના પ્રતિબંધ બાદ લોકો આ એપના વિકલ્પની શોધ કરી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખતા એક ભારતીય Dodo Drop નામની એક એપને ડેવલપ કરી છે જેની મદદથી યુઝર્સ શેર ઈટની જેમ ઈન્ટરનેટ એક્સેસ વગર વિડીયો, ઈમેઝ અને ટેક્સ્ટને શેર કરી શકશે.

આ એપના ડેવલપર ૧૭ વર્ષીય અશફાફ મહમૂદ ચૌધરીએ જણાવ્યું હતું કે, “તેને શેર ઈટના એક વિકલ્પ તરીકે લોન્ચ કરવામાં લાવવામાં આવી છે.” જમ્મુ-કશ્મીરના રાજૌરી જીલ્લામાં રહેનારા અશફાકે કહ્યું છે કે, “ડેટા ભાંગના કારણે ભારત સરકારે ઘણી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમાંથી એક એપ શેર ઇટ પણ હતી. એવામાં ભારતીય યુઝર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલા માટે તેમને ફાઈલ શેરીંગ એપને બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ચાર અઠવાડિયામાં તૈયાર કરવામાં આવી આ એપ

એપને બનાવવામાં અશફાકને ૪ અઠવાડિયા લાગ્યા. ડુડો ડ્રોપ દ્વ્રારા લોકો ૪૮૦ એમબીપીએસની હાઈ સ્પિડથી ફાઈલ શેર કરી શકે છે જોકે શેર ઇટની સ્પિડથી ઘણી વધુ છે. યુઝર્સની સેફ્ટી વિશેમાં વાત કરીએ તો અશફાકે જણાવ્યું છે કે, “Dodo Drop માં કરવામાં આવનાર ફાઈનલ ટ્રાન્સફર સંપૂર્ણપણે સિક્યોર એનક્રિપ્ટેડ છે.”

Share: