એરટેલે ટ્રાઈ કરી ૪જી લાઈવ સ્પીડ, ૫૦૦ એમબીપીએસની સ્પીડનો દાવો

December 23, 2018
 500
એરટેલે ટ્રાઈ કરી ૪જી લાઈવ સ્પીડ, ૫૦૦ એમબીપીએસની સ્પીડનો દાવો

ટેલિકોમ કંપની એરટેલ અને સ્વીડનની નેટવર્કિંગ ટેલિકોમ કંપની એરિક્સને ભારતમાં લાઈવ ૪જી ટ્રાઈલ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ લાઈવ ૪જી ટ્રાયલ દરમિયાન સ્માર્ટફોન્સ પર ૫૦૦ એમબીપીએસથી વધુની સ્પીડ પ્રાપ્ત કરવાની સફળતા મળી છે. જયારે એરટેલ અને એરિક્સને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, “પરીક્ષણ દરમિયાન ઇન્ડોર એટલે બંધ રૂમમાં સ્માર્ટફોન પર ૫૦૦ એમબીપીએસની ડેટા ડાઉનલોડ ઝડપ પ્રાપ્ત કરી હતી. જયારે આઉટડોર એટલે બંધ રૂમની બહાર ૪૦૦ એમબીપીએસની ઝડપ પ્રાપ્ત કરી હતી. 

એરટેલના અધિકારીનું નિવેદન

ભારતી એરટેલના મુખ્ય ટેકનોલોજી અધિકારી રણદીપ સેખોએ જણાવ્યું હતું કે, “અમે એરિક્સનની ભાગીદારીમાં ભારતમાં પ્રથમ એલએએ પરીક્ષણથી અમે ખુશ છીએ, જે ૫જી અને ગીગાબાઈટ નેટવર્કની દિશામાં એક મોટું પગલું છે. એલએએ એક મહત્વપૂર્ણ ટેકનોલોજી વિકાસ છે, જે અપ્રયુક્ત લાઇસેન્સરહિત સ્ક્વેરમનો લાભ ઉઠાવી ૪જી એલટીઈ નેટવર્કની ક્ષમતાને વાસ્તવમાં અનલોક કરી શકે છે.”

એરિક્સનની પ્રતિક્રિયા

એરિક્સનના નેટવર્ક સમાધાન પ્રમુખ (સાઉથ પૂર્વ એશિયા, ઓસિયાનિયા અને ભારત) નીતિન બંસલે જણાવ્યું છે કે, “એલએએ મોબાઈલ ટેકનોલોજીમાં એક મહત્વપૂર્ણ વિકાસ છે અને અમે લાઇસેંસ પ્રાપ્ત અને લાઇસેંસ વાળા સ્પેક્ટ્રમના સંયોજન દ્વ્રારા ક્ષમતામાં વધારો કર્યો છે, સારી ઝડપ અને સારો અનુભવ દર્શાવવા માટે એરટેલ સાથે ભાગીદારી કરવાથી પ્રસન્ન છીએ.

ટ્રાયલ

તમને જણાવી દિએ કે, બંને કંપનીઓએ સંયુકતપણે લાઈવ ૪જી નેટવર્ક પર દેશનું એલએએ ટેકનોલોજીનું પ્રથમ પરીક્ષણ કર્યું છે. એલએએ હેઠળ પાંચ ગીગાહર્ટ્સ બેંડમાં બિન લાઇસેંસ વાળા સ્પેક્ટ્રમના લાઇસેંસ વાળા સ્પેક્ટ્રમની સાથે ઉપયોગ કરી શકાશે. 

Share: