મોટા સમાચાર : ભારતમાં વધુ બે ચાઇનીઝ એપને કરવામાં આવી બ્લોક

August 04, 2020
 956
મોટા સમાચાર : ભારતમાં વધુ બે ચાઇનીઝ એપને કરવામાં આવી બ્લોક

ચીનની બે પ્રખ્યાત એપ વીબો અને બાયડુને ઇન્ડિયામાં બ્લોક કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રતિબંધ બાદ હવે આ એપને પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી દુર કરી દેવામાં આવશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ચીની એપ વીબોને ગૂગલ સર્ચ અને બાયડુને ટ્વીટરના વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવતી હતી. સુત્રો મુજબ આ બંને તેમની ૪૭ એપમાં સામેલ છે, જેને સરકારે ૨૭ જુલાઈના પ્રતિબંધિત કરી હતી.

સુત્રોએ અંગ્રેજી સમચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે, સરકારે આ બંને એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી પણ દુર કરવાનો આપ્યો છે. તેની સાથે દેશની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આ એપને બ્લોક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ વીબોને ૨૦૦૯ માં સીના કોર્પોરેશન દ્વ્રારા લોન્ચ કરવામાં આવી હતી અને ગ્લોબલી તેના ૫૦૦ મીલીયન રજીસ્ટર્ડ યુઝર્સ છે. જાણવા મળ્યું છે કે, વીબો પર પીએમ નરેન્દ્ર મોદીનું પણ એક એકાઉન્ટ હતું પરંતુ તેને ભારત અને ચીનની વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે બંધ કરવામાં આવ્યું હતું.

બાયડુનું ફેસમોજી કીબોર્ડ એકદમ લોકપ્રિય છે અને તે હવે ભારતમાં 'વોટર્સ' નું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતીય વપરાશકર્તાઓમાં એપ્લિકેશનની પહોંચ વધારવા કંપનીના સીઈઓ રોબિન લી પણ આ વર્ષે જાન્યુઆરીમાં આઈઆઈટી મદ્રાસ પહોંચ્યા હતા. યાત્રા દરમિયાન રોબીન લીએ કહ્યું હતું કે, તે ખાસકરીને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ અને મોબાઈલ કમ્પ્યુટિંગના ક્ષેત્રમાં ભારતીય ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુશન્સની સાથે મળી કામ કરવા માંગે છે.

Share: