ફ્લિપકાર્ટ પર શરુ થવાનો છે બીગ સેવિંગ્સ ડે, આ પ્રોડક્ટ્સ મળશે ૭૦ ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

August 05, 2020
 568
ફ્લિપકાર્ટ પર શરુ થવાનો છે બીગ સેવિંગ્સ ડે, આ પ્રોડક્ટ્સ મળશે ૭૦ ટકાથી વધુ ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટે ૬ ઓગસ્ટથી બીગ સેવિંગ્સ ડે સેલ શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સેલ ૫ દિવસ સુધી ચાલશે અને ૧૦ ઓગસ્ટના સમાપ્ત થશે. ફ્લિપકાર્ટ પર સેલ દરમિયાન પ્રોડક્ટ્સની મોટી રેન્જ પર શાનદાર ડિસ્કાઉન્ટ અને ડીલ્સ ઓફર કરવામાં આવશે. તેના સિવાય તમને સીટી બેંક અને આઈસીઆઈસીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડ્સ પર પણ ૧૦ ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

ટીવી અને અપ્લાયસેજ પર ડીલ્સ

આ સેલમાં ટીવી અને ઉપકરણો પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય તમે નો કોસ્ટ ઈએમઆઈ પર પણ સામાન ખરીદી શકો છો. આ સેલમાં સ્માર્ટ ટીવી પર તમને ૭૦ ટકા સુધીની છુટ મળશે. આ સિવાય તમે શરૂઆતી ઈએમઆઈની સાથે વોશિંગ મશીન પણ ખરીદી શકો છો. ૧૬,૪૯૯ રૂપિયાની શરૂઆતી કિંમતમાં એસીને પણ ઉપલબ્ધ કરવામાં આવશે, આ જાણકારી આપવામાં આવી છે.

હોમ સ્પિકર્સ અને લેપટોપ પર પણ મળશે ૪૦ ટકા ડિસ્કાઉન્ટ

આ સેલમાં લેપટોપ પર પણ તમે ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો તમે હોમ સ્પિકર ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો તમને ૬૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આ સેલમાં મળશે. તેના સિવાય ફોન્સ પર પણ ઘણું ડિસ્કાઉન્ટ મળવાનું છે પરંતુ માત્ર ચાઇનીઝ ફોન્સ પર ડીલ્સ ઉપલબ્ધ થશે. તમે ૯૯૯ રૂપિયાની શરૂઆતી કિંમત સાથે કેમરા આ સેલમાં ખરીદી શકશો.

Share: