લાઈવ : રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામા ભૂમિપૂજનનો કાર્યક્રમ ચાલુ

August 05, 2020
 955
લાઈવ :  રામ મંદિર નિર્માણ માટે  અયોધ્યામા ભૂમિપૂજનનો કાર્યક્રમ ચાલુ

દેશમા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે રામમંદિર ભૂમિપૂજનની વિધિ પીએમ મોદીના હસ્તે શરૂ થઈ છે. આ પૂર્વે પીએમ મોદીએ રામમંદિર પરિસરમા પારીજાતનો છોડ લગાવ્યો હતો. પીએમ મોદી તેની રામલલ્લાના દંડવત પ્રણામ કર્યા હતા.હાલ પીએમ મોદી સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવાત, રાજયપાલ આનંદી બહેન પટેલ, સી એમ યોગી અને નાયબ મુખ્યમંત્રી ભૂમિપૂજન કાર્યક્રમમા સામેલ થયા છે. આ ઉપરાંત રામ મંદિરના ભૂમિપૂજનમા સ્વામી અવધેશાનંદ, સ્વામી રામદેવ, ઉમા ભારતી અને ચિદાનંદ મહારાજ સ્થળ પર હાજર છે.

આ પૂર્વે રામ મંદિરના ભૂમિપૂજન માટે પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેમણે રામમંદિર પરિસરમા ભૂમિપૂજનમા જતા પૂર્વે સિદ્ધ પીઠ હનુમાન ગઢીમાં પુર્જા અર્ચના કરી હતી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

અયોધ્યામા પ્રસ્તાવિત રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ બપોરે ૧૨.૩૦ વાગે શરૂ થયો હતો . જેમાં પીએમ મોદી શીલાન્યાસ કરશે અને કર્મ શીલા પૂજન કરશે. મુખ્ય પૂજા બપોરે ૧૨.૪૪ વાગેથી ૧૨.૪૫ વાગે સુધીના ૩૨ સેકન્ડના અભિજિત મૂહર્તમા કરવામા આવી . માનવામા આવે છે આ જ મૂહર્તમા ભગવાન રામનો જન્મ થયો હતો.ભૂમિ પૂજન કાર્યક્રમ દરમ્યાન પીએમ મોદી અયોધ્યામા અંદાજે ત્રણ કલાક વિતાવશે. આ હાલ ૧૦.૩૫ વાગે લખનઉ એરપોર્ટ પહોંચ્યા હતા અને હેલીકોપ્ટરથી અયોધ્યા રવાના થયા છે.જેમાં પીએમ મોદી ૧૧.૩૦ વાગે સાકેત મહાવિધાલય પહોચ્યા હતા.

તેની બાદ પીએમ મોદી બપોરે ૧૧.૪૦ વાગે હનુમાનગઢી ગયા હતા. જ્યાં તે ૧૦ મીનીટ પૂજા અર્ચના કરી હતી. તેની બાદ તે રામમંદિર પરિસર ગયા હતા.

Share: