રામમંદિરના ભૂમિપુજનને લઈને રાહુલ ગાંધીનું ટ્વીટ,  રામ પ્રેમ છે, તે  ક્યારેય ધૃણામાં પ્રગટ ન થઈ શકે

August 05, 2020
 956
રામમંદિરના ભૂમિપુજનને લઈને રાહુલ ગાંધીનું ટ્વીટ,  રામ પ્રેમ છે, તે  ક્યારેય ધૃણામાં પ્રગટ ન થઈ શકે

અયોધ્યામા પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ માટે કરેલા ભૂમિપૂજનને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, "મર્યાદા પુરુષોત્તમ રામ સર્વોત્તમ માનવીય ગુણોના સ્વરૂપ છે. તેઓ આપણા મનના ઉંડાણમાં રહેલી માનવતાની મૂળ ભાવના છે. રામ પ્રેમ છે. તેઓ ક્યારેય ધૃણામાં પ્રગટ ન થઈ શકે. રામ કરુણા છે. તેઓ ક્યારેય ક્રૂરતામાં પ્રગટ ન થઈ શકે. રામ ન્યાય છે. તેઓ ક્યારેય અન્યાયમાં પ્રગટ ન થઈ શકે.

.દેશમાં અયોધ્યામા અભિજિત મૂહર્તમા પીએમ મોદીના હસ્તે રામમંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો છે. તેની બાદ પીએમ મોદીએ અયોધ્યાની માટીને પોતાના માથે લગાવીને પ્રણામ કર્યું હતું.

તેની બાદ પીએમ મોદીએ કહ્યું કે વર્ષો સુધી રામલલા ટેન્ટમાં રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. તેમણે કહ્યું કે ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન થયા છે.૧૫ ઓગસ્ટનો દિવસ તે આંદોલન અને શહીદોની ભાવવાનો પ્રતીક દિવસ છે. તેવી જ રીતે રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે તમામ તપ-સંકલ્પનું પ્રતિ છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ સંકલ્પ હતો.

પીએમ મોદીએ કહ્યું કે મારા સૌભાગ્યથી મને આ ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો અને મારું આવવું સ્વાભાવિક છે. આજે ઈતિહાસ રચાયો છે. સમગ્ર ભારત રામમય અને દીપમય બન્યું છે. તેમણે આગળ જણાવ્યું કે "રામ કાજ કિન્હે બિનુ મોહી કહાં વિશ્રામ.. સદીઓનો ઈંતેજાર સમાપ્ત થયો છે.

Share: