હવે વર્જિન ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મુક્યો સામાન સાથે એપ્પલ મેકબુક

August 29, 2019
 1266
હવે વર્જિન ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ મુક્યો સામાન સાથે એપ્પલ મેકબુક

વિદેશી વિમાન કંપની વર્જિને મેકબુકને સામાન સાથે ચેકિંગ કરાવવા પર પ્રતિબંધિત મૂકી દીધો છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે, બધા મેકબુકને આગામી નોટીસ સુધી ચેક કરવામાં આવેલ સામાન સાથે લઇ જવા પ્રતિબંધિત મૂકી દીધો છે. કંપનીએ જણાવ્યું છે કે, એપ્પલ મેકબુકને માત્ર કૈરી ઓન બેગેજમાં રાખવામાં આવી જોઈએ. આગામી નોટીસ સુધી કોઈ પણ મેકબુકને સમાનમાં ચેક કરવાની પરવાનગી નથી.

આ અગાઉ ભારતીય ડીજીસીએ એપ્પલના કેટલાક જુના મોડલના લેપટોપ વિમાનોમાં લઇ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતીય એરપોર્ટ એથોરીટીએ સોમવારે જણાવ્યું છે કે, એપ્પ્લે સપ્ટેમ્બર ૨૦૧૫ થી ફ્રેબુઆરી ૨૦૧૭ ના વચ્ચે નિર્મિત ૧૫ ઇંચના કેટલાક મેકબુક પ્રો લેપટોપ પરત મંગાવ્યા છે. તેની બેટરી વધારે પડતી ગરમ હોવાની ફરિયાદોના કારણે આ લેપટોપ પરત મંગાવ્યા છે.

તેમને જણાવ્યું છે કે, “સુરક્ષાના જોખમને જોતા ડીઝીસીએ બધા યાત્રીઓને વિનંતી કરી છે કે, તે પ્રભાવિત મોડલના લેપટોપ ના તો હેન્ડ બેગેજમાં લઇ જાય અને ના તો ચેકડ-ઇન બેગેજમાં રાખે, જ્યાં સુધી આ બેટરીઓને ઉત્પાદકો તેને સુરક્ષીત જાહેર ના કરે અથવા તેમના તરફથી બદલાવવામાં આવે નહી.

Share: