રામમંદિર ભૂમિપૂજનને લઈને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે કહી આ વાત

August 05, 2020
 334
રામમંદિર ભૂમિપૂજનને લઈને ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે  કહી આ વાત

અયોધ્યામા રામમંદિર નિર્માણના માટે પીએમ મોદીએ કરેલા ભૂમિ પૂજનની સાથે જ સમગ્ર દેશમાંથી તે અંગે પ્રતિક્રિયા સામે આવી રહી છે. જે દરમ્યાન ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આજે દેશનાં લોકોની ઇચ્છા આજે પૂર્ણ થઇ રહી છે. જેમણે પણ શ્રી રામ મંદિરનાં નિર્માણ માટે સહકાર્ય કર્યું, જે રામ-સેવકોએ કાર સેવા કરી, જેમણે પણ શહીદી વ્હોરી છે એ સૌનું સ્મરણ કરું છું. આજે આખા દેશનું સપનું પૂરું થયું છે.આજે કરોડો દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે.સમગ્ર દેશમાં આજે અનેરા આનંદ- ઉત્સાહના વાતાવરણ સર્જાયું છે.

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી અયોધ્યા ખાતે રામમંદિર ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ શ્રદ્ધાપૂર્વક નિહાળ્યું હતું. પાંચ સૈકા પછી રામભક્તો માટે રામલલ્લાને એમના જન્મ સ્થાનમાં ભવ્યતા પૂર્વક પૂન: પ્રસ્થાપિત કરવાનો આ સ્વર્ણિમ અવસર છે. પાંચ શતાબ્દી-પાંચસો વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઇ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી રામના જન્મ સ્થળે અનેક વિવાદો બાદ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપીને રસ્તો સરળ કરી દેતા રામ મંદિર નિર્માણ થવાનું છે.

ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાત અનેક કારસેવકો અને ગુજરાતીઓનું યોગદાન પહેલેથી જ અહેમ ભૂમિકામાં રહ્યું છે. આ રામ મંદિરના નિર્માણમાં જે સરળતાથી સુપ્રિમ કોર્ટમાં ચુકાદાથી આજે જે નિર્ણયથી, બધાના સર્વસમિતીથી, શાંતિથી, આનંદથી આ પર્વ અને આજનું ખાતમૂહુર્ત થઇ રહ્યું છે એ માટે સંપૂર્ણ યશના ભાગીદાર ગુજરાતના બે સપૂત નરેન્દ્ મોદી અને અમિત શાહએ નિમિત બન્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Share: