ખેડૂતો આનંદો, હવે સિંચાઈ માટે ૧૦ કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય.

August 09, 2020
 972
ખેડૂતો આનંદો, હવે સિંચાઈ માટે ૧૦ કલાક વીજળી મળશે, ગુજરાત  સરકારનો મહત્વનો નિર્ણય.

ગુજરાતમાં આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુએ મેઘરાજા એ મોં ફેરવ્યું છે જેના કારણે બિયારણ પણ બળી ચૂક્યું છે અનેવાવેતર ખર્ચ માથે પડયો છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને હવે સિંચાઈ માટે ૧૦ કલાક સુધી વીજળી આપવામાં આવશે. હાલમાં ખેડૂતોની બહુ કપરી દશા છે, એક તરફ હજુ વાવણીલાયક વરસાદ થયો નથી ત્યાં બીજી તરફ સિંચાઈ માટે વીજળી પણ ખેંચ વર્તાઇ રહી છે.

આ સંજોગો વચ્ચે આજે પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની પહેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને બેઠક પછી સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે આગામી ૭મી ઓગસ્ટ પછી ખેડૂતોને સિંચાઈ માટે આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવામાં આવશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને વીજળીનો લાભ આપવામાં આવશે રાજ્ય સરકારની આ જાહેરાતને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.

Share: