વાલીઓ માટે સારા સમાચાર .. શાળા માત્ર ટયુશન ફી જ લઈ જશે, હાઈકોર્ટનો આદેશ

August 07, 2020
 960
વાલીઓ માટે સારા સમાચાર .. શાળા માત્ર  ટયુશન ફી જ લઈ જશે, હાઈકોર્ટનો આદેશ

ગુજરાતમા વિધાર્થીઓ, સરકાર અને શાળા સંચાલક વચ્ચે ચાલી રહેલા ફી ઉધરાવવાના વિવાદને લઈને હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે શાળા માત્ર ટ્યુશન ફી જ ઉધરાવી શકશે. તેમજ હાઈકોર્ટે સરકાર અને સંચાલકોને વાલીઓને ફી મુદ્દે હપ્તા કરી આપવાની પણ ટકોર કરી હતી.

જેમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની બેંચે નોંધ્યું છે કે, "સ્કૂલોને તેમના સ્ટાફના પગારની કામગીરી કરવા અને ચૂકવણી કરવા માટે અમુક રકમની જરૂર હોય છે, પરંતુ એ યાદ રાખવું પણ મહત્વપૂર્ણ છે કે હાલના સમયે તમામ પરિવારો આર્થિક રીતે સ્થિર નથી.

અદાલતે નોંધ્યું કે વાયરસ માત્ર આરોગ્યની સ્થિરતાની સાથે આર્થિક અસ્થિરતા પણ લાવી દીધી છે. તેમ્જ હજારો લોકોએ નોકરીઓ ગુમાવી છે, હજારો લોકોના પગારમાં કાપ મૂકવા આવ્યા છે. તેમજ આપણે એવી સ્થિતિમાં છીએ કે જ્યાં કોઈની દુર્દશાને અવગણી શકાય નહીં.

Share: