તમે પણ ચાખો ‘માસ્ક નાન’ અને ‘કોવિડ કરી’, આ રેસ્ટોરન્ટમાં પીરસાઈ રહી છે

August 05, 2020
 612
તમે પણ ચાખો ‘માસ્ક નાન’ અને ‘કોવિડ કરી’, આ રેસ્ટોરન્ટમાં પીરસાઈ રહી છે

વેશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરની રેસ્ટોરન્ટ અને હોટલ ઇન્ડસ્ટ્રીમાં સંકટ આવી ગયું હતું. પરંતુ લોકડાઉનમાં છુટ મળ્યા બાદ હવે હોટલ ઇન્ડસ્ટ્રીમાં એક નવો યુગ જોવા મળી રહ્યો છે. રેસ્ટોરન્ટ અને હોટલ પણ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન રાખતા ઘણી ક્રિએટીવીટી પણ દેખાડી રહ્યા છે. કોરોના વિશે જાગરૂકતા ફેલાવા માટે એક રેસ્ટોરેન્ટે કોરોના વાયરસ થીમ બનાવીને ખાવાની આઈટમ તૈયાર કરી છે.

વાસ્તવમાં, રાજસ્થાનના જોધપુરમાં આવેલ એક રેસ્ટોરન્ટ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કોરોનાના નામ પર ખાસ ડીશ તૈયાર કરી છે. આ રેસ્ટોરન્ટ તેના મેનૂમાં સ્વાદિષ્ટ વાનગી તરીકે માસ્ક નાન અને કોવિડ કરી જેવી વાનગીઓ પીરસે છે. આ ડીસને લઈને સૌથી ખાસ વાત એ છે કે, જ્યારે તે પીરસવામાં આવે છે, ત્યારે લાગે છે કે, કોરોના વાયરસ તેમની પ્લેટમાં જ બેઠેલો છે.

તમને જણાવી દઈએ કે, રેસ્ટોરન્ટના શેફે કોફ્તાને કોવિડ કરી જેવું રૂપ આપ્યું છે અને આકાર કોરોના વાયરસની કાલ્પનિક તસ્વીર જેવો બનાવ્યો છે. જ્યારે, નાનને માસ્કનું રૂપ આપવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટના આ આઈડિયા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કોરોના વાયરસને થીમ બનાવી ડીશ બનાવનાર વેદિક રેસ્ટોરન્ટના સંચાલક અનિલ કુમારે કહ્યું છે કે, જો લોકોને રસપ્રદ વસ્તુઓ પીરસાય તો લોકો આકર્ષિત થશે અને ઉત્સુકતા સાથે તેમની રેસ્ટોરન્ટમાં પણ આવશે. કોરોના કરીની પ્લેટ દીઠ કિંમત ૨૨૦ રૂપિયા છે, જ્યારે માસ્ક નાનનો ભાવ ૪૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.

કોરોના વાયરસના કારણે લોકોના મનમાં ભયનો માહોલ થઈ ગયો છે. લોકડાઉનમાં છુટ મળ્યા બાદ લોકો બહાર નીકળવાથી ડરી રહ્યા છે. એવામાં દુકાન અને રેસ્ટોરન્ટ સંચાલક એકથી એક નવી રીત શોધી રહ્યા છે, જેનાથી ગ્રાહકો આકર્ષિત થઈ શકે.

Share: