વ્હોટ્સએપમાં જોડાયું આ નવું ફીચર, જે ફેક ન્યુઝને શોધવામાં કરશે તમારી મદદ

August 15, 2020
 870
વ્હોટ્સએપમાં જોડાયું આ નવું ફીચર, જે ફેક ન્યુઝને શોધવામાં કરશે તમારી મદદ

વ્હોટ્સએપ ઘણા સમયથી ફેક ન્યુઝને પકડવા માટે સતત કામ કરી રહી છે. વ્હોટ્સએપે ફેક ન્યુઝને રોકવા માટે પ્રથમ ફોરવર્ડીંગ મેસેજિસ ફીચરને સીમિત કર્યું અને હવે કંપનીએ ફર્જી સમાચારોને રોકવા માટે એક નવું ટુલ પ્રસ્તુત કરી દીધું છે જેનું નામ ‘સર્ચ ટુલ’ છે. આ ફીચરને લાવવા માટે વ્હોટ્સએપે ગૂગલની સાથે ભાગીદારી કરી છે.

ઉદાહરણમાં સમજો કે, જો તમને લિંક સાથે કોઈ સમાચાર આવે છે તો તે લિંકની રાઈટ સાઈડમાં એક નવું સર્ચ આઇકોન વાળું બટન દેખાશે જેના પર ક્લિક કરતા જ ગૂગલ સર્ચ તે સમાચારથી મળતી બધી લિંકસ તમને શો કરી દેશે. આ તમને જાણ કરશે કે, આ સમાચાર ફેક છે કે નહીં.

તેમ છતાં વ્હોટ્સએપના આ ફીચરને બ્રાઝીલ, ઇટલી, આર્યલેન્ડ, મેક્સિકો, સ્પેન, બ્રિટેન અને અમેરિકામાં લાઈવ કરવામાં આવે છે. ભારતમાં ક્યારે અપડેટ દ્વ્રારા આ નવા ફીચરને લોન્ચ કરવામાં આવશે તેની જાણકારી હજુ મળી નથી. આ ફીચર એન્ડ્રોઇડ, iOS અને વેબ ત્રણ પ્લેટફોર્મ્સ પર કામ કરશે.

Share: