ગૂગલે ચીનને આપ્યો વધુ એક મોટો ઝટકો, ડીલીટ કરી ૨૫૦૦ થી વધુ ચીની યુટ્યુબ ચેનલ

August 07, 2020
 678
ગૂગલે ચીનને આપ્યો વધુ એક મોટો ઝટકો, ડીલીટ કરી ૨૫૦૦ થી વધુ ચીની યુટ્યુબ ચેનલ

ગુગલે ચીનને એક વધુ ઝટકો આપતા ૨૫૦૦ થી વધુ ચાઇનીઝ યુટ્યુબ ચેનલ્સ ડીલીટ કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ચેનલ્સ દ્વારા ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી હતી, એટલા માટે તેમને વિડીયો શેરીંગ પ્લેટફોર્મ દ્વ્રારા દુર કરવામાં આવી છે. ગુગલે જણાવ્યું છે કે, “આ યુટ્યુબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે યુટ્યુબથી દુર કરવામાં આવી અને આવું અમે ચાઈનાથી સંબંધિત ઇન્ફ્લુઅન્સ ઓપરેશન્સ માટે ચાલી રહેલી અમારી તપાસ હેઠળ કર્યું છે.

આ ચેનલો દ્વ્ર્રારા ચાલી રહ્યું હતું સ્પાઈમી કન્ટેન્ટ

આ બાબતને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે, “આમ તો ચેનલો દ્વ્રારા સ્પેમી અને નોન-પોલીટીકલ કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમાં કેટલાક વિડિયોઝ રહેલા હતા, જોકે તે પોલીટીક્સથી જોડાયેલા હતા. ગૂગલે પોતાની ભ્રામક માહિતી માટે ચાલનાર ઓપરેશનના ત્રિમાસિક બુલેટીનમાં આ જાણકારી આપી છે. તેમ છતાં ગૂગલે આ ચેનલ્સના નામનું જાહેર કર્યા નથી, પરંતુ એટલું જરૂર જણાવ્યું છે કે, ટ્વીટર પર પણ એવી જ એક્ટીવીટી વાળા વિડિયોઝની લીંક જોવા મળી છે.

Share: