આ રીતે બનાવો ટોસ્ટર સેન્ડવીચ

August 31, 2019
 1219
આ રીતે બનાવો ટોસ્ટર સેન્ડવીચ

સામગ્રી:

બાફેલા બટેટા, મીઠું સ્વાદ અનુસાર, આદુ મરચા પેસ્ટ, લસણની પેસ્ટ, ગરમ મસાલો, દળેલી ખાંડ, આમચૂર, જીરુ પાવડર, ખારી શિંગ નો ભૂકો, કોપરા ખમણ અને કોથમરી

બનાવવાની રીત:

બટેટા બાફી ને છૂંદી લો, તેમાં મીઠું, આદુ મરચા પેસ્ટ, લસણની પેસ્ટ, ગરમ મસાલો, દળેલી ખાંડ, આમચૂર, જીરુ પાવડર, ખારી શિંગ નો ભૂકો, કોપરા ખમણ અને થોડી કોથમરી નાખી મિક્સ કરી લો. વઘરીયા માં 3 ટી સ્પૂન તેલ લઇ, ગરમ કરી તેમાં રાઈ નાખો, તતડે એટલે જીરૂ, હીંગ, સહેજ હળદર અને જરાક લાલ મરચું નાખી પુરણ માં વઘાર રેડી મિક્સ કરી લો.

બ્રેડ ની એક સાઈડ પર થોડું બટર, અને બીજી સાઈડ પર પુરણ લગાડી બીજી સ્લાઈસ થી બંદ કરી ટોસ્ટર માં શેકી લો...

Share: