કેરલ વિમાન દુર્ઘટના: મંત્રી હરદીપસિંહ સૂરીએ આપી જાણકારી, દુર્ઘટનામા ૧૮ લોકોના મોત, ૧૨૭ લોકો ઘાયલ

August 08, 2020
 973
કેરલ વિમાન દુર્ઘટના: મંત્રી હરદીપસિંહ સૂરીએ આપી જાણકારી, દુર્ઘટનામા ૧૮ લોકોના મોત, ૧૨૭ લોકો ઘાયલ

દુબઈથી ૧૯૦ લોકોને લઈને આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ શુક્રવારે ભારે વરસાદના પગલે કેરલમા ક્રોઝીકોડ એરપોર્ટ પર ક્રેશ થઈ હતી. તેમજ તેની બાદ તે બાજુમા આવેલી ખીણમા પડી હતી. આ દુર્ઘટનામા ૧૭ લોકોના મોત થયા છે. જેમાં વિમાનના ક્રેશ લેન્ડીંગ બાદ વિમાન બે ભાગમા તુટી પડ્યું હતું.

પોલીસ અને એરલાઈન્સ અધિકારીઓએ કહ્યું કે મૃતકોના મુખ્ય પાયલોટ કેપ્ટન દિપક સાઠે અને તેમના સહ પાયલોટ અખિલેશ કુમાર પણ તેમાં સામેલ હતા. સાઠે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર રહી ચુકયા છે. એર ઇન્ડિયા અડધી રાત્રે નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ રીતે પાયલોટનું મોત થયું છે અને દુઃખની આ ધડીમા અમે તેમના પરિવારજનોના સંપર્કમા છીએ.

એર ઇન્ડિયામા વિમાન બી-૭૩૭ દ્વારા દુબઈ સંચાલિત આઈએક્સ ૧૩૪૪ શુક્રવાર કોઝીકોડ એરપોર્ટ પર લપસી ગઈ હતી. લેન્ડીગ સમયે આગ લગવાની કોઈ સમાચાર આવ્યા નથી.

Share: